• Gujarati News
  • ભુજમાં વિવેકાનંદજીનું પ્રદર્શન ખુલ્લું મુકાયું

ભુજમાં વિવેકાનંદજીનું પ્રદર્શન ખુલ્લું મુકાયું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છ યુનિવર્સિટી ખાતે સ્વામી વિવેકાનંદના જીવન-કવન પર આધારિત પ્રદર્શન મોદીએ ખુલ્લું મુકયું હતું તથા શ્યામજી કૃષ્ણ વમૉના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પી હતી.
મુખ્યમંત્રીએ સ્વામીજીના જન્મ, અભ્યાસ, ગુરુ-શિષ્ય મિલન, સ્વામીજીનું દેશમાં ભ્રમણ, એક ભારતની કલ્પના વગેરેને આવરી લેતાં સચિત્ર પ્રદર્શનને રસપૂર્વક નહિાળ્યું હતું. સ્વામીજીની શિકાગોમાં યોજાયેલી ધર્મ પરિષદમાં ઉપસ્થિતિ અને અમેરિકા, ઇંગ્લેન્ડમાં પ્રવચનમાળાથી લઇને ૪થી જુલાઇ, ૧૯૨૦ના સ્વામીજીએ ધ્યાનાવસ્થામાં પ્રાપ્ત કરેલી મહાસમાધિ સહિત સૌના જીવનમાં પ્રેરણામય બાબતોને યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી છે. સ્વામીજીએ નવેમ્બર, ૧૮૯૧થી એપ્રિલ, ૧૮૯૨ સુધી અમદાવાદ, વઢવાણ,ભાવનગર, ભુજ, સોમનાથ, માંડવી સહિત કુલ ૧૩ સ્થળનું પરિવ્રાજક તરીકે ભ્રમણ કર્યું હોવાની વિગતોને આવરી લેવાઇ છે.