• Gujarati News
  • કચ્છના ખેડૂતો અધ્યતન ખેતીનો લાભ લે

કચ્છના ખેડૂતો અધ્યતન ખેતીનો લાભ લે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કૃષિ અને સહકાર મંત્રી બાબુભાઇ બોખીરિયાએ ગુરુવારે રેલડી ખાતે એક એગ્રીકલ્ચર ફાર્મની મુલાકાત લઇને અધ્યતન ખેતી અંગે જાત માહિતી મેળવી હતી. કચ્છના વધુને વધુ ખેડૂતો અધ્યતન ખેતી કરવા માટે સરકારની યોજનાઓનો લાભ લઇ શકે એવી રજૂઆત તેમની સમક્ષ કરવામાં આવી હતી.
આશાપુરા ફાર્મના જેઠાલાલ ઠક્કરે તેમના ફાર્મમાં અધ્યતન પદ્ધતિથી થતી ખેતી અંગે જાત માહિતી આપી હતી. બોખીરિયાને ઈઝરાયેલી પદ્ધતિથી બારાહી ખારેકના ઉત્પાદન, નેટ હાઉસમાં ડ્રીપ પદ્ધતિથી પાણીનો બચાવ કરીને પપૈયા તથા કેળાની ખેતી તથા સક્કરટેટી, તરબૂચ, સિમલા મિર્ચ, ટમેટાની સામાન્ય ખેતી કરતાં ૨-૩ ઘણુ ઉત્પાદન કઇ રીતે મળી શકે તે દર્શાવવામાં આવ્યું હતું.
હરીશભાઇ ઠક્કરે મંત્રી પાસે નેટ હાઉસમાં હાલમાં સરકાર દ્વારા એક ખેડૂતને વધુમાં વધુ એક એકરમાં નેટહાઉસ બનાવવા અપાતી સબસિડી વધારવા માટે રજૂઆત કરી હતી. આ પ્રસંગે ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, સુરેશ મણિલાલ ઠક્કર પણ હાજર રહ્યા હતા. મંત્રી બાબુભાઇએ રસ લઇ દરેક બાગાયત પાકનું જાતનિરીક્ષણ કરી વિવિધ સૂચન કર્યા હતાં. નીમાબેને કચ્છના પ્રગતીશીલ ખેડૂતોને વધુને વધુ સબસિડીનો લાભ મળી શકે, તે માટે મંત્રી પાસે દરખાસ્ત કરી હતી. કૃષિ અધિકારીઓને સરકારની વિવિધ યોજનાઓનો કચ્છના તમામ ખેડૂતોને લાભ અપાવવા અનુરોધ કર્યો હતો.
આશાપુરા એગ્રીકલ્ચર ફાર્મના ૫૯૦ એકરમાં પથરાયેલાં આધુનિક ફાર્મમાં બાગાયત ખેતીની અજમાયશ કરી રોપા, પેકિંગ, માર્કેટિંગ, નિકાસ જેવા તમામ ક્ષેત્રે કાર્યવાહી કરી સમગ્ર રાજ્યના પ્રગતશિીલ ખેડૂત તરીકે જેઠાલાલભાઇ, રમેશભાઇ, હરેશભાઇ વગેરેએ મોખરાનું સ્થાન મેળવ્યું છે.