• Gujarati News
  • તાલુકા મેજિસ્ટ્રેટના નાતે અમુક સત્તા તો છે જ ને !

તાલુકા મેજિસ્ટ્રેટના નાતે અમુક સત્તા તો છે જ ને !

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દરેક નાના-મોટા અમલદારને સરકારી વાહન મળ્યું નથી અને ઉપર બીકન લાઇટ લગાવી નથી. આ સડો દેશભરની સાથે કચ્છમાં પણ વ્યાપક બન્યો છે. સુપ્રીમ કોર્ટે આવા મહાનુભાવોને સજા કરવા સુધીની વાત
કરી છે.
ત્યારે ‘ભાસ્કરે’ કચ્છમાં લાલ/પીળી લાઇટનો દુરુપયોગ કરી રહેલાઓને એક સવાલ કરવાનું અભિયાન છેડયું છે, જેમાં એક સવાલ કરવામાં આવે છે કે, તમને બીકન લાઇટ તમારા વાહન પર લગાવવાનો અધિકાર છે? આજે આ સવાલ દયાપરના મામલતદાર તૃપિ્તબેન વ્યાસને કરવામાં આવ્યો છે.
અગાઉથી જ લાઇટ લાગેલી છે
તાલુકાના એક્ઝિકયુટીવ મેજિસ્ટ્રેટના નાતે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે લાઉડ સ્પીકર અને સાઇરન અમે રાખી શકીએ છીએ. કેસરી બીકન લાઇટ સંદર્ભે એટલું કહેવું છે કે, કાયદાથી બરોબર જ્ઞાત નથી. અગાઉથી લાઇટ લાગેલી છે, એટલે ચલાવીએ છીએ. તૃપિ્તબેન વ્યાસ, મામલતદાર, દયાપર
શું કહે છે આરટીઓ?
આરટીઓ તરફથી મળેલા નિયમ મુજબ લાલ, પીળી કે કેસરી લાઇટ જે લોકો પોતાના વાહનમાં લગાવી શકે એમાં ક્યાંય તાલુકા મામલતદારનું નામ નથી.