• Gujarati News
  • ગુજરાતી તરુણે અમેરિકનને છોડાવ્યું ગાૈમાંસ

ગુજરાતી તરુણે અમેરિકનને છોડાવ્યું ગાૈમાંસ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જયાં હશે ગુજરાતી, ત્યાં વસે ગુજરાતની કહેવતને લાખો ગુજરાતીએ સાર્થક કરી બતાવી છે. દેશ હોય કે દુનિયા, ગુજરાતીઓ કંઇક નવું કરવા માટે ટેવાયેલા છે. રાજકોટના એક ગુજજુ તરુણે પણ આપણી છાતી ગજ-ગજ ફૂલે તેવું ઉદાહરણ પૂરું પાડયું છે. ‘‘યશ’’ કાર્યક્રમ અંતર્ગત ૧૧ મહિના માટે અમેરિકામાં અભ્યાસ અર્થે ગયેલા મોદી સ્કૂલના ઉમંગ જસાણી નામના વિદ્યાર્થીએ કરોડો િંહદુસ્તાનીઓના આસ્થાના પ્રતીક સમાન ગાયનું મહત્વ સમજાવીને આ તરુણ અમેરિકામાં જયાં રોકાયો હતો તે જોર્ગેનસન ફેમિલીની યુવાન પુત્રી મારીનને ગાૈમાંસ ખાવાનું છોડાવી દીધું હતું. આ વાતને આજે ૩૬૫ દિવસથી વધુનો સમય વીતી ગયો છે. આજે પણ ઉમંગને અમેરિકાથી જોર્ગેનસન પરિવારના ફોન આવે છે અને મારીને હજુ સુધી ગાૈમાંસ નહીં આરોગ્યું હોવાનું ચોક્કસપણે જણાવે છે. વિશ્વ બંધુત્વના ઉદ્દેશ સાથે વિદ્યાર્થીઓને અલગ-અલગ દેશમાં મોકલાતાં એનજીઓ એએફએસના માધ્યમથી આ શકય બન્યું છે.
અત્યાર સુધીમાં અનેક છાત્રાને અમેરિકા, ફ્રાંસ અને જર્મની સહિતના દેશોમાં મોકલી ચૂકેલું એનજીઓએ રાજકોટની મોદી સ્કૂલના વધુ એક છાત્ર પર પસંદગી ઉતારી છે. ધોરણ ૧૦ પાસ આદિત્ય શમૉ આગામી ૨૮મી ઓગસ્ટે યશ કાર્યક્રમ અંતર્ગત અમેરિકા જશે. ત્યાં સૌરાષ્ટ્ર અને ભારતની સંસ્કૃતિનાં ગુણગાન ગાઇને સાબિત કરશે કે ઈન્ડિયા આજેય માનવતા અને લાગણીમાં નંબર વન છે. મોદી સ્કૂલના બે વિદ્યાર્થી જસાણી ઉમંગ અતુલભાઇ વર્ષ-૨૦૧૧ અને ચિંતન મહેતા-૨૦૧૨માં યશ કાર્યક્રમ અંતર્ગત અમેરિકામાં ૧૧ મહિનાના અભ્યાસ કરી ચૂકયા છે.
શું છે યશ કાર્યક્રમ
યુ.એસ. સરકારના બ્યૂરો ઓફ એજયુકેશનલ અને કલ્ચરલ અફેર્સ ડિપાર્ટમેન્ટ દ્વારા અનુદાનિત ‘યશ’ પ્રોગ્રામ (યૂથ એકસચેન્જ એન્ડ સ્ટડી) માટે દર વર્ષે વિશ્વભરમાંથી લગભગ ૮૦૦ વિદ્યાર્થીઓ પસંદગી પામી યુ.એસ.ની સંસ્કૃતિને નજીકથી જાણવા જાય છે. ભારતમાં આ ‘યશ’ પ્રોગ્રામ જુદી જુદી સ્કૂલો અને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનું કાર્ય એ.એફ.એસ. નામની એનજીઓ કરે છે. રાજકોટમાં આ એનજીઓનું સંચાલન અજય મહેતા કરી રહ્યા છે. આ એનજીઓ વિશ્વના ૮૦ થી વધુ દેશોમાં છેલ્લા ૬૫ થી વધુ વર્ષથી આ કામ કરી રહ્યું છે. આ કાર્યક્રમમાં માત્ર ૧૫થી ૧૮ વર્ષની વયના વિદ્યાર્થીઓનો જ સમાવેશ કરાવાય છે.
શું ગમે છે વિદેશી વિદ્યાર્થીઓને
વિદેશ જઇ આવેલા જસાણી ઉમંગ અને ચિંતન મહેતા કહે છે કે વિદેશી છાત્રોને સૌરાષ્ટ્રની ફૂડ આઇટમ, ડાન્સ, મેરેજ સિસ્ટમ, સોશિયલ લાઇફ, ડિસિપિ્લન અને સંયુકત પરિવારમાં રહેવાનો વિચારો બહુ જ પસંદ પડે છે. કાળા-ગોળાનો ભેદ તેઓ ભુલતા જાય છે. આમ છતા ક્યારેક મજાક કરી લે છે. આપણા કરતા દેશ ભાવના તેઓમાં થોડી ઓછી છે. પરંતુ ટાઇમ મેનેજમેન્ટ, સેલ્ફ ડિસિપિ્લનમાં વિદેશીઓ ખૂબ જ ચોક્કસ છે.

મહિલા તલાટી મંત્રીનો પુત્ર હવે દેશનું નામ રોશન કરશે
આદિત્ય શમૉ મહિલા તલાટી મંત્રીનો પુત્ર છે. મોદી સ્કૂલમાં ધો.૧૦ પાસ કરીને તે હવે યશ કાર્યક્રમ અંતર્ગત વિદેશ જઇને દેશનું નામ રોશન કરશે. આ વિદ્યાર્થીને સ્કૂલના ટ્રસ્ટીઓ રશિ્મકાંતભાઇ મોદી અને પ્રિિન્સપાલ નિલેશભાઇ સેજલિયાએ શુભેચ્છાઓ પાઠવી છે.
‘‘યશ’’ કાર્યક્રમ હેઠળ કેલફિોનિgયા ગયેલા ૧૬ વર્ષના તરુણે યજમાન પરિવાર પર જાદુ ચલાવ્યો, માત્ર ૧૧ મહિનાના સમયગાળામાં ગાૈમાતા વિશેની માહિતી મેળવીને અમેરિકન છાત્રાએ જીવનમાં કયારેય પણ ગાૈમાંસ નહીં આરોગવાનો અડગ નિર્ણય લીધો હતો. જેમાં આજની તારીખે પણ તે અડગ છે.