• Gujarati News
  • વિદ્યાર્થીઓએ ભયભીત બન્યા વિના લક્ષ્ય તરફ આગળ વધવું જોઇએ

વિદ્યાર્થીઓએ ભયભીત બન્યા વિના લક્ષ્ય તરફ આગળ વધવું જોઇએ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી તાલુકામાં શિક્ષણની જયોત પ્રજવલીત કરનારી સારસ્વતમ્ સંચાલિત ૨૦ શાળાના ૨૪૦૩ જેટલા છાત્રોએ ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષા આપી હતી, તે પૈકી ૭૫ ટકાથી વધારે ગુણ મેળનારા તમામ છાત્રોનું સંસ્થા પ્રમુખના હસ્તે માંડવીમાં સન્માન કરાયું હતું.
અભ્યાસક્રમમાં વારંવાર ફેરફાર થતા હોવાથી વિદ્યાર્થીઓ વધારે મૂંઝવણમાં મૂકાય છે, ત્યારે આ પરિસ્થિતિમાં ભયભીત થયા વિના પોતાના લક્ષ્ય તરફ આગળ વધવા સારસ્વતમ્ના પ્રમુખ વજિયલક્ષ્મી શેઠે જણાવ્યું હતું.
અતિથિ વિશેષ કિંજલબેન કૌશિક શાહ, ખીમજી રામદાસ કન્યા વિધ્યાલયના માનદ્મંત્રી ભરતભાઇ વેદ, વિપિનચંદ્ર અંજારિયા, મનુભા જાડેજા, નલિનીબેન ઠક્કર, મૂલેશભાઇ દોશી, વસંતબેન સાયલ, વસંતભાઇ દોશી સહિત શહેરના વિશેષ અગ્રણીઓની ઉપસ્થિતિમાં ધો. ૧૦માં પ્રથમ આવનારા ધોળુ જિનલ, ધોળુ નિકુલ, બીરલ શાહ, સિદ્ધરાજનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
સંચાલન હિઁમત રાવલે, સ્વાગત પ્રવચન શિવદાસ પટલે, આભારવિધિ વસંતભાઇએ
કર્યા હતાં.