• Gujarati News
  • ૧૦૦ કરોડના કામો એક જ દિ’માં મંત્રીઓએ આટોપ્યાં

૧૦૦ કરોડના કામો એક જ દિ’માં મંત્રીઓએ આટોપ્યાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છમાં ભૂકંપ બાદ વિવિધ ક્ષેત્રે વિકાસ કાર્યો થયાં છે, ત્યારે પાયાની સુવિધારૂપી આરોગ્ય સેવાનો વ્યાપ આ જિલ્લાના ખૂણે ખૂણે પહોંચે તે માટે સરકાર કટબિદ્ધ છે તેવું રાજ્યના આરોગ્ય પ્રધાને ભુજમાં યોજાયેલા વર્કશોપને ખુલ્લો મૂકતાં જણાવ્યું હતું.
લાઇવ સર્જરી વર્કશોપના આરંભ પૂર્વે ઉપસ્થિતોને સંબોધતાં આરોગ્ય મંત્રી નિતિન પટેલે કહ્યું હતું કે, જનરલ હોસ્પિટલ અને અદાણી જૂથ વચ્ચે થયેલા પબિ્લક પ્રાઇવેટ પાર્ટનરશપિ આરોગ્ય ક્ષેત્રે ઉદાહરણરૂપ છે. ધારાસભ્ય ડો. નીમાબેને આવતા વર્ષે અદાણી કોલેજમાંથી ડોકટરની ડિગ્રી મેળવનારા છાત્રોને કચ્છમાં ઓછામાં ઓછા ત્રણ વર્ષ જેટલી સેવા આપવા અનુરોધ કર્યો હતો. ડો. બકુલ ધોળકિયાએ જનરલ હોસ્પિટલને એકાદ વર્ષના સમયગાળામાં અધ્યતન બનાવવા પ્રયત્નશીલ
હોવાનું કહ્યું હતું.શુક્રવારે ક્યાં કેટલી રકમના વિકાસકામો થયાં ?૫૭૫ લાખ વાવડીમાં સબ સ્ટેશનનું લોકાર્પણ
૭૫૦ લાખ પદ્ધર સબ સ્ટેશનનું ખાતમુહૂર્ત
૧૫ લાખ પદ્ધર પાણીના ટાંકાનું લોકાર્પણ
૬૫ લાખ રાપરમાં હેલ્થ કચેરીનું લોકાર્પણ
૬૫.૫૭ લાખ રાપર શાકમાર્કેટનું લોકાર્પણ
૩૩૬ લાખ મુન્દ્રા શોપ/ગોદામનું લોકાર્પણ
૩.૩૩ લાખ મુન્દ્રામાં બોરનું લોકાર્પણ
૭.૩૩ લાખ મુન્દ્રા પાઇપલાઇન કામ
૩૪.૩૯ લાખ ભચાઉમાં સીસી રોડ
૬.૧૮ લાખ ભચાઉમાં શાળાનો રૂમ
૧૪૨.૮૯ લાખ ભચાઉ પાઇપલાઇનું કામ
૪૧.૦૪ લાખ અંજારમાં આંગણવાડી
૧૧.૨૫ લાખ અંજારમાં શાળાના ઓરડા
૪૦૦ લાખ માધાપરમાં રમત સંકુલ
૭.૬૭ લાખ માધાપર ટાંકા, સ્ટેન્ડ પોસ્ટ,
૫.૫૦ લાખ માધાપરમાં ફરસબંધીના કામો
૬ લાખ મધાપરમાં સીસી રોડ
૩ લાખ માધાપરમાં સીસી રોડ
૨૬ લાખ હાજાપરમાં વીજ સબ સ્ટેશન
૩૩૯.૫૨ લાખ નુંધાતડમાં પાઇપલાઇન
૧૦૧૫ લાખ કોટડા-વિંઝાણ-વરાડિયા માર્ગ
૩૮૨ લાખ ગાંધીધામમાં રમત-ગમત સંકુલ
૩૧૩૫ લાખ ટપ્પર ઇમરજન્સી બ્રેકડાઉન્ડ પાઇપ
૮૧.૩૫ લાખ રતનપરમાં રોડ
૫૭.૩૦ લાખ ધોળાવીરામાં કચ્છી ભૂંગા
૧૮ કરોડ ધોરડોમાં વિકાસકામો
૫૨૫ લાખ કેરા-માનકૂવા રોડ
૧૨૫.૬૦ લાખ આદપિુરના વિકાસકામો