• Gujarati News
  • સુઇગામ અને લાખણી તાલુકા બનશે

સુઇગામ અને લાખણી તાલુકા બનશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.પાલનપુર
બનાસકાંઠા જિલ્લાના કુલ ૧૨ તાલુકાઓ છે. જેમાં હવે બે નવા તાલુકાઓ અસ્તિત્વમાં આવતા કુલ ૧૪ તાલુકાઓ બનશે. સંભવિત રીતે આગામી ૧૫મી ઓગષ્ટથી તાલુકાઓ કાર્યરત થાય તેવી તમામ તૈયારીઓ જિલ્લાના વહિવટી તંત્રએ કરી દિધી છે. ત્યારે નવા તાલુકાના અસ્તિત્વની સાથે રોજગારીના પણ નવા દ્વાર ખૂલશે તેવા ઉજળા સંજોગોનું નિમૉણ થયું છે.
રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર કરેલા જિલ્લા અને તાલુકાઓમાં બનાસકાંઠા જિલ્લાના સૂઇગામ અને લાખણી તાલુકો અસ્તિત્વમાં આવશે. નવા બનનાર તાલુકાઓને લઇ નાગરિકોમાં ખુશીનો માહોલ છે. જ્યારે બન્ને તાલુકાઓમાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત અલગ-અલગ વિભાગની કચેરીઓ માટેના કર્મચારીઓનો સ્ટાફ પણ નિમÒંક પામશે. જેના માટે જિલ્લાના વહિવટી તંત્રએ પણ પુરતી તૈયારી કરી રાખી હોવાનું જિલ્લા કલેકટર કચેરીના સૂત્રોએ જણાવ્યું છે. જિલ્લામાં હાલ કુલ ૧૨ તાલુકાઓ અસ્તિત્વમાં છે. જેમાં નવા બે તાલુકાઓ ઉમેરાતા હવે કુલ ૧૪ તાલુકાઓ થશે. જિલ્લાનો કુલ ૧૯૭૫૭ ચો. કિમી વિસ્તાર છે. જ્યારે કુલ ૧૨૫૦ ગામોની સેન્સેક્સ ૨૦૧૧ મુજબ ૩૧ લાખ ૧૬,૨૪૫ ની વસતી ધરાવે છે. નવા અસ્તિત્વમાં આવનારા બન્ને તાલુકાઓમાં કુલ રૂ. ૨,૩૪,૨૯૫ ની વસતી નો સમાવેશ થાય છે.
સૂઇગામ અને લાખણી તાલુકા અલગ થવાથી પ્રજાને શું ફાયદો ?
નવો સૂઇગામ અને લાખણી તાલુકો અસ્તિત્વમાં આવતાની સાથે આ વિસ્તારની કાયાપલટ થવા માડશે. તાલુકાઓમાં ગામડાઓના વિકાસ માટે અલગ ગ્રાંન્ટની ફાળવણી થશે. મામલતદાર, ટીડીઓ સહિતની અન્ય ઓફિસ અને અમલદારોની નિમણૂંક થશે. જેથી સરકારી કામકાજ માટે ડીસા અથવા વાવ સુધી લાંબા થવાની જંઝટમાંથી મુકતી મળશે.
તાલુકા મથકોએ અલગ-અલગ વિભાગની બિલ્ડીંગો અસ્તિત્વમાં આવતા ચા-નસ્તાો, હોટલો, રેસ્ટોરેન્ટ, ઝેરોક્ષ ઝેરોક્ષ વાહન-વ્યવહાર ક્ષેત્રે રોજગારીની તકોનું નિમૉણ થશે. અને અનેક બેરોજગરો- રોજગારી મેળવતા થશે.
સૂઇગામ તાલુકામાં કયા ૫૦ ગામોનો સમાવેશ
ચાળા, ધનાણા, બેણપ, મોતીપુરા, રડોસણ, મેઘપુરા, કોરેટી, ભરડવા, સૂઇગામ, જલોયા, દેવપુરા(સુ), નડાબેટ, એટા, લાલપુરા, કલ્યાણપુરા, રડકા, ભટાસણા, રામપુરા, ખડોલ, કુંભારખા, સેડવ, ઉચોસણ, નવાપુરા, જોરાવરગઢ, ઘ્રેચાણા, ડાભી, હંગળા, દુદોસણ, મોરવાડા, લીંબુણી, દુધવા, રાજપુરા, માધપુરા, મસાલી, સોનેથ, ગરાંબડી, કટાવ, વાઘપુરા, હરસડ, બોરૂ, પાડણ, ગોલપ, નેસડા(ગો), કાણોઠી, જેલાણા, મમાણા, લીંબાળા, ભાટવરવાસ, ભાટવરગામ, ખરડોલ.
સૂઇગામ તાલુકાની કુલ વસતી ૯૬૩૯૨ : જિલ્લાના વાવ તાલુકાની કુલ વસતી ૨,૪૪,૭૧૫ હતી. જેમાં પ૦ ગામોની ૯૬૩૯૬ ની વસતીનો સૂઇગામ તાલુકામાં સમાવેશ કરાયો છે.

ડીસા-થરાદ-દિયોદરમાંથી લાખણી તાલુકો અસ્તિત્વમાં આવશે
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ૪૦ ગામ, થરાદ તાલુકાના ૧૬ ગામ અને દિયોદર તાલુકાના ૯ ગામ મળીને કુલ ૬૫ ગામોની કુલ વસતિ ૧,૩૭,૮૯૯ ની હશે. આમ ત્રણેય તાલુકાઓમાંથી ૬૫ ગામડાઓને નવા અસ્તિત્વમાં આવનાર લાખણી તાલુકામાં ભેળવાયા છે.
લાખણી તાલુકામાં કયા ૬૫ ગામોનો સમાવેશ :
ડીસા તાલુકાના ગામો : લાખણી, વાસણા(વા), માંણકી, આગથળા, ચિત્રોડા, વકવાડા, ધરણવા, સેરગઢ, કાતરવા, નાનાકાપરા, ગામડી, જાકોલ, મટુ, મોટા કાપરા, સેકરા, ડેકા, ધ્રોબા, ઘાંણા, જડીયાલી, ધુણસોલ, ભાકડીયાલ, કોટડા, વાસણા(કુ), જસરા, મોરાલ, ડોડાણા, ખેરોલા, કમોડા, કમોડી, દેવસરી, સરત, નાંણી, વરનોડા, ગોઢા, પેપળુ, ભાદરા, તાલેગંજ, ઘરનાળ મોટી, બલોધર.
થરાદ તાલુકાના ગામો : અસાસણ, પેપરાળ, ગેળા, મોરીલા, ગણતા, સેદલા, ટરૂવા, લાલપુર, ડોડીયા, દેતાલ(ડુવા), ભીમગઢ, આસોદર, દેતાલ(દરબારી), મડાલ, જેતડા, લુણાવા.
દિયોદર તાલુકાના ગામો : ડેરા, વજેગઢ, કુવાણા, લવાણા, અછવાડીયા, ચાળવા, મખાણુ, મકડાલા, બિંબાઉ.