• Gujarati News
  • સુંદરપુરીમાં મધરાતે જુગાર રમતા આઠને ઝડપી લેવાયા

સુંદરપુરીમાં મધરાતે જુગાર રમતા આઠને ઝડપી લેવાયા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામના જૂની સુંદરપુરીમાં મધરાતે વિઢયારીવાસમાં રાત્રિના અઢી વાગ્યે પોલીસે બાતમીને આધારે રેડ કરી અશિ્ર્વન હેમા વાલ્મીકિ, રાજુ ભીખા વાલ્મીકિ, જયંતી ભૂરા વાલ્મીકિ, રાજેશ ઉફેઁ રાજુ અમથા, દિનેશ નરશી પરમાર, કાનજી તોજા વાઘેલા, હમીર જેઠા વાઘેલા અને દિલીપ શંકર પરમાર ઝપટે આવી ગયા હતા. પોલીસે તમામની અટક કરી ૧૦ હજાર જેટલી રોકડ રકમ પણ
કબજે કરી છે.
બારોઈમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા
બારોઈમાં આવેલાં ગાયત્રીનગરમાં ગુરુવારે બપોરે જાહેરમાં રૂપિયાની હારજીતનો જુગાર રમાતો હોવાની બાતમી મળતાં પોલીસે તપાસ હાથ ધરી હતી, એ દરમિયાન દરોડો પાડીને આરોપી શક્તિસિંહ નટુભા રાઠોડ, સચિન રમેશ સોલંકી, ભલ્લુ દાદજી વાઘેલા અને આશિષ પ્રેમજી ચૌહાણને ગંજીપાનાથી જુગાર રમતા પકડી લેવામાં આવ્યા હતા. આ ખેલૈયાઓ પાસેથી રોકડ કબજે કરીને પોલીસે તપાસ આગળ વધારી હતી. શ્રાવણ માસ આવતાં જાણે જુગારની મોસમ ખીલી હોય,
એમ કચ્છમાં ખૂણેખાંચરે અનેક શોખીન લોકો પત્તા ટિંચવા બેસી જતા હોય છે.