• Gujarati News
  • પૈસા મુદ્દે મથલના મહંતની હત્યા કરાઈ હતી

પૈસા મુદ્દે મથલના મહંતની હત્યા કરાઈ હતી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નખત્રાણા તાલુકાના મથલ પાસે મહંતની ચકચારી હત્યામાં પોલીસે બુધવારે બે શકમંદને રાઉન્ડ અપ કરીને આદરેલી ઝીણવટભરી તપાસમાં છેવટે કસ નીકળી આવ્યો હતો. બેય શખ્સને આરોપી તરીકે ગિરફ્તાર કરવામાં આવ્યા હતા.
મહંત હરહિરગિરિ પાસે અગાઉ કામ કરતા મહંમદ ઉફેઁ ભલિયો અભુભખર સાટી(૨૮) અને એને મદદ કરનારા મામદ જુમા હજામ ભસરિયો(૪૭)ને પકડી પાડવામાં આવ્યા હતા. પીએસઆઇ જે.એચ. મકવાણાએ કહ્યું કે, આરોપી મહંમદ સાટી અગાઉ મહંત પાસે મજૂરી કામ કરતો હતો તેમજ રસોઈનું કામ પણ કરતો હતો. ક્યારેક મંદિરની સાફ-સફાઈ પણ કરી નાખતો હતો. આ શખ્સ અને મહંત વચ્ચે અવાર-નવાર મજૂરીના પૈસા મુદ્દે બોલાચાલી થતી હતી. આમ, પૈસા મુદ્દે થયેલા ડખામાં ગત તા.૪ ઓગસ્ટે રાત્રિના ૧૦થી ૧૧ દરમિયાન સિળયા અને પથ્થરથી માર મારીને મહંતની હત્યા કરવામાં આવી હોવાની આરોપીએ કબૂલાત આપી હતી.