તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ઉપલેટા પાલિકાની એક બેઠકની પેટા ચૂંટણીમાં ૬૪ ટકા મતદાન

ઉપલેટા પાલિકાની એક બેઠકની પેટા ચૂંટણીમાં ૬૪ ટકા મતદાન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાં નગરપાલિકાઓની પેટા ચૂંટણીઓ આજે યોજાઇ હતી. જેમા ઉપલેટા નગર પાલિકાની એક બેઠકની પેટા ચૂંટણીમાં આજે ૬૪.૫૫ ટકા મતદાન નોંધાયું હતું.કોઇ અનિચ્છનીય બનાવ નોંધાયા ન હતા અને મતદાન શાંતપિૂર્ણ રહ્યું હતું.
રાજ્યમાં આજે એક નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી તેમજ ૯ નગરપાલિકાની ૧૦ બેઠકોની પેટા ચૂંટણી યોજાઇ હતી.જેમા આજે રાજકોટ જિલ્લામાં બી વર્ગની ઉપલેટા નગરપાલિકાની વોર્ડ નંબર ૧૧ની સામાન્ય બેઠકની પેટા ચૂંટણીમાં મતદાન યોજાયું હતું. જેમા ૬૪.૬૫ ટકા મતદારોએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતગણતરી તા. ૯ને મંગળવારે યોજાશે.
રાજકોટ તાલુકાના સણોસરામાં પણ સરપંચની ચંટણીનું મતદાન થયું હતું જેમા ૫૪.૩૨ ટકા મતદાન નોંધાયું હતું.