તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • બાઇક અડફેટે પ્રાૈઢનું મોત

બાઇક અડફેટે પ્રાૈઢનું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોઠારીયા રોડ પર રણુજામંદિર નજીક બે દિવસ પૂર્વે બાઇકની ઠોકરે ચડી ગયેલા પટેલ વૃધ્ધનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું.
કોઠારિયા રોડ પરની સ્વાતીપાર્ક સોસાયટીમાં રહેતા પટેલ પરષોત્તમભાઇ જીવરાજભાઇ સોજીત્રા (ઉ.વ.૮૦) ગત તા.૫ના પોતાના ઘરેથી ચાલીને રણુજા મંદિરે દર્શન કરવા જવા નીકળ્યા હતા. પટેલ વૃધ્ધ મંદિર નજીક પહોંચ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે ધસી આવેલા બાઇકે પરષોત્તમભાઇને ઠોકરે ચડાવ્યા હતા. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા પટેલ વૃધ્ધને હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ વધુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજયું હતું.