• Gujarati News
  • દર્શને જઇ રહેલા મહિલાના ચેઇનની ચીલઝડપ

દર્શને જઇ રહેલા મહિલાના ચેઇનની ચીલઝડપ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં વધુ એક ચીલઝડપનો બનાવ બન્યો હતો. પરસાણાનગરમાં રહેતા િંસધી પ્રૌઢા કૌશલ્યાબેન આનંદભાઇ રૂપારેલિયા (ઉ. વ. ૫૦) રવિવારે બપોરે પોતાના ઘરેથી ચાલીને પોપટપરામાં આવેલા ગુરૂદ્વારે દર્શન કરવા જવા નીકળ્યા હતા. સંધી પ્રૌઢા રેફયુજી કોલોની શાક માર્કેટ પાસે પહોંચ્યા હતા ત્યારે પાછળથી એક શખ્સ ધસી આવ્યો હતો અને કૌશલ્યાબેનની ડોકમાં ઝોંટ મારી તેમણે પહેરેલો રૂ. ૨૫ હજારની કિંમતનો સોનાનો ચેઇન આંચકી લીધો હતો. ચીલઝડપ થતાં જ મહિલાએ બૂમાબૂમ કરી હતી. પરંતુ, લોકો એકઠા થાય તે પૂર્વે તે શખ્સ નાસી ગયો હતો. ચીલઝડપ કરનાર શખ્સ ૨૦ થી ૨૨ વર્ષની વયનો હોવાનું પ્રૌઢાએ જણાવ્યું હતું. પ્રૌઢાની ફરિયાદ પરથી પોલીસે રાબેતા મુજબ તપાસ શરૂ કરી હતી.