તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ઇજઠ દ્વારા ડોર ટુ ડોર કામગીરીનો બહિષ્કાર જારી

ઇજઠ દ્વારા ડોર ટુ ડોર કામગીરીનો બહિષ્કાર જારી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મતદાર યાદી સુધારણા કામગીરીનો બહિષ્કાર કરનારા બીએલઓએ આજે કલેકટર કચેરીએ મોરચો માંડયોહતો. તંત્ર દ્વારા પ્રશ્નોના ઉકેલની સંપૂર્ણ ખાતરી હજુ નહીં મળતા કલેકટર તંત્રને મંગળવાર સુધીની મહેતલ અપાઇ છે. ત્યાં સુધી મતદાર યાદી સુધારણાની બૂથ લેવલે કામગીરી કરશે પરંતુ ડોર ટુ ડોર કામગીરીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. મંગળવારે કલેકટર સાથેની મિિંટગ કરાયા બાદ આગળની રણનીતિ ઘડવાનો નિદેઁશ અપાયો હતો.
આજે રાજકોટ શહેરના બીએલઓ સવારે તમામ સાહિત્ય સાથે કલેકટર કચેરીના પ્રાંગણમાં પહોંચી ગયા હતા અને ત્યા મોરચો માંડયોહતો. દરમિયાન નાયબ ચૂંટણી અધિકારી કેતન ઠક્કર સાથે પ્રાંત અધિકારી તેમજ ચારેય આરઓ દ્વારા તેમને સાંભળવામાં આવ્યા હતા. બીએલઓ તરફથી જણાવાયા મુજબ તેમની યોગ્ય માગણીના ઉકેલની ખાતરી આપીને આજે બૂથ પર બે કલાક ફરજ બજાવવી આવવા કહેવામાં આવ્યું હતું. મંગળવાર સુધીમાં કલેકટર સાથેની બેઠકની ખાતરી પણ આપવામાં આવી હતી. જેને સંદર્ભે બીએલઓ આજે બૂથ પર રવાના થયા હતા. પરંતુ તેમના જણાવ્યા મુજબ મંગળવાર સુધી જોકે મતદાર સુધારણાની ડોર ટુ ડોર કામગીરીનો બહિષ્કાર જારી રખાશે તેમ જણાવાયું હતું. દરમિયાન મંગળવાર સુધીમાં જો માંગણીઓ નહી સંતોષાય તો બીએલઓ ðારા આ મામલે હાઇકોર્ટના દ્વાર ખટખટાવવામાં આવશે તેમ પણ જણાવાયું હતું.
કોઇ ખાતરી અપાઇ નથી: નાયબ ચૂંટણી અધિકારી
આ મામલે નાયબ ચૂંટણી અધિકારી કેતન ઠક્કરે જણાવ્યું હતું કે બીએલઓને માગણીઓ સંદર્ભે કોઇ પણ ખાતરી અપાઇ નથી. તેમને ફરજ બજાવવાની જ છે. જોકે તેમની માગણીઓ ચૂંટણી પંચને મોકલી આપવામાં આવશે કારણ કે આ માગણીઓ સંદર્ભે સ્થાનિક સ્તરે કશુ થઇ શકે તેમ નથી. તેમને મંગળવાર સુધીમાં કલેકટર સાથે મિટિંગ કરાવી આપવાની કે અન્ય કોઇ ખાતરી અપાયાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યુ કે બીએલઓને એવી સમજ અપાઇ છે કે કોઇ પણ વાતને વળગી રહેવાનો કોઇ મતલબ નથી. રાતોરાત કોઇ પણ બાબતે નિર્ણય આવી શકે નહીં.
બીએલઓ દ્વારા મતદાર સુધારણા કામગીરી ઓફિસ અવર્સ બાદ કરવા સામે વાંધો ઉઠાવીને આ કામગીરી માટે પોતાને મૂળ કામગીરીમાંથી મુિકત આપવા માગણી કરી છે. ત્યારે બીએલઓ દ્વારા કેટલાક ગંભીર આક્ષેપો પણ તંત્ર સામે કરવામાં આવ્યા છે. જે આક્ષેપો સાચા જ હોય તે જરુરી નથી પરંતુ ખુદ રાજ્ય સરકારના જ કર્મચારીઓ કલેકટરતંત્રની નીતિરીતિ સામે આંગળી ચÃધતા હોય ત્યારે તંત્ર દ્વારા તટસ્થ તપાસનો વિષય જરૂર બને છે.
૧) કેટલાક સ્થળે બૂથ પર ઓર્ડર નહીં
હોવા છતા અને ડોર ટુ ડોર કામગીરી નહી કરનારા કેટલા કર્મચારીઓના નામે રાજકોટ-૬૯માં માનદ વેતન ચૂકવાય છે તેવા આક્ષેપો કરાયા છે.
૨) બીએલઓને સાહિત્યની કિટ માટે રૂા ૩૫૦ ની મયૉદા છે જ્યારે હાલ અપાયેલી કિટ માંડ રૂા૧૦૦ ની પણ માંડ થાય તેવા આક્ષેપો કરાયા છે.
આક્ષેપો અંગે તંત્ર શું કહે છે
બીએલઓના આ આક્ષેપો અંગે તંત્રને પૂછવામાં આવ્યું ત્યારે તંત્રનો જવાબ આ હતો.
૧) રાજકોટ-૬૯ના માનદ વેતનમાં ગેરરીતિના આક્ષેપો અંગે નાયબ ચૂંટણી અધિકારી કેતન ઠક્કરને પૂછવામાં આવ્યું ત્યારે તેમના કહેવા મુજબ આ પેમેન્ટ એકાઉન્ટ પેયી ચેકથી થાય છે. જો કોઇ ચોક્કસ કિસ્સો ધ્યાનમાં આવે તો તપાસ જરુર થઇ શકે.
૨) બીએલઓ કિટના મૂલ્ય બારામાં નાયબ ચૂંટણી અધિકારીનું કહેવું છે કે આ કિટ તો ત્રણ વર્ષ પહેલા અપાઇ હતી જે મારા આવ્યા પહેલાની હોય