તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ખેરડીની સીમમાં વાડીમાંથી ૧૫ પેટી દારૂનો જથ્થો મળ્યો

ખેરડીની સીમમાં વાડીમાંથી ૧૫ પેટી દારૂનો જથ્થો મળ્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટની ભાગોળે ખેરડી ગામની સીમમાં આવેલી વાડીમાંથી પોલીસે ૧૫ પેટી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. ખેરડી ગામની સીમમાં આવેલી જેરામભાઇ પટેલની વાડીમાં આવેલી ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો ઉતર્યો હોવાની બાતમી મળતા કુવાડવા પોલીસ દોડી ગઇ હતી. અને તપાસ કરતા ઓરડીમાંથી રૂ.૫૪ હજારની કિંમતનો ૧૮૦ બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો કબજે કર્યો હતો. જેરામભાઇ પટેલની વાડીમાં ખેતીકામ કરતા ભરત રાણા કોળીએ દારૂનો જથ્થો ઓરડીમાં ઉતાર્યો હતો. જોકે દરોડા દરમિયાન કોળી શખ્સ હાથ નહીં આવતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે
હજુ ચાર દિવસ પહેલાં જ કો.સાંગાણીની સીમમાંથી એક કરોડનો દારૂ પકડાયો હતો.