તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • યુવાનો સાથે ‘નેટ’ જોબના નામે છેતરપિંડી

યુવાનો સાથે ‘નેટ’ જોબના નામે છેતરપિંડી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્રભરના બેકાર યુવાનો પાસેથી ડપિોઝિટ પેટે રૂ.૫૦,૦૦૦ થી ૫,૦૦,૦૦૦ સુધીની રકમ જમા લીધા બાદ ગુજરાત ઇન્ટરનેટ જોબ ઓનલાઇન એડવ્યુ નામની કંપની ખોલનાર શખ્સ કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને પોબારા ભણી ગયો છે. આ બનાવ સંદર્ભે રાજકોટના એક પટેલ યુવાને પોલીસ કમિશનરને અરજી કરીને આરોપીને ઝડપી લઇ પોતાના પૈસા પરત અપાવવા રજૂઆત કરી છે. ત્રણ મહિના પહેલાંની આ ઘટનાનો ભેજાબાજ હાલ તો ભૂગર્ભમાં ઉતરી ગયો છે. પોલીસ હવે તેની સામે શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું.
રાજકોટમાં ગોકુલધામ મેઇન રોડ પર રહેતા હાદિgક રમેશભાઇ બોરસાણિયા નામના યુવાને પોલીસ કમિશનરને કરેલી લેખિત અરજીમાં જણાવ્યું છે કે, શ્રીમદ ભવનમાં બીજા માળે ભાડેથી ઓફિસ રાખીને ગુજરાત ઇન્ટરનેટ જોબ ઓનલાઇન એડવ્યુના નામે નિલેશ કાલિદાસ કણસાગરા નામના શખ્સે કંપની ખોલી હતી અને બેકાર યુવાનોને એવું કહેવામાં આવતું હતું કે, પાંચ લાખ રૂપિયા સુધીની ડપિોઝિટ મૂકવામાં આવશે તો તેને નેટ પર કામ આપવામાં આવશે અને દર મહિને લાખો રૂપિયા કમાઇ શકશો.
અખબારોમાં છપાયેલી જાહેરાત બાદ પોતે પણ ૪.૯૦ લાખ રૂપિયા કંપનીમાં જમા કરાવ્યા હતા. પરંતુ થોડું - ઘણું કામ અપાયા બાદ કંપનીનો સંચાલક નિલેશ કણસાગરા ભાડાની ઓફિસને તાળાં મારીને પોબારા ભણી ગયો છે. આ શખ્સે માત્ર રાજકોટ જ નહીં જામનગર, જૂનાગઢ, ઉપલેટા, ભાવનગર અને સુરતમાં પણ અનેક બેકાર યુવાનો સાથે છેતરપિંડી આચરી હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નેટના માધ્યમથી થયેલી આ છેતરપિંડી ગંભીર પ્રકારની છે ત્યારે પોલીસતંત્ર તેની ઝીણવટભરી તપાસ કરી આરોપીને ઝડપી લે તેવી માગણી ઉઠી છે.