તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • જેના માટે ઘર પત્ની છોડયા તે મહિલા છોડી જતાં આપઘાત

જેના માટે ઘર-પત્ની છોડયા તે મહિલા છોડી જતાં આપઘાત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અન્ય ±ાી સાથે લાગણીના સંબંધો બંધાતા તેના માટે પત્ની અને ઘર છોડીને અલગ રહેતા વેપારી સિંધી આધેડને તે ±ાી જ છોડીને જતી રહેતા તેના આઘાતમાં વેપારીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી.
જામનગર રોડ પરની સિંધી કોલોનીમાં રહેતા અને ગુંદાવાડીમાં કેરોસીનની દુકાન ધરાવતા સિંધી આધેડ કનુભાઇ ઇન્દુભાઇ મુલચંદાણી (ઉ.વ.૪૫) દુકાનના ઉપરના ભાગે આવેલી ઓરડીમાં લોખંડની એંગલમાં દોરડું બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. કનુભાઇના ભાઇ દુકાને પહોંચતા વેપારીએ ગળાફાંસો ખાઇ લીધા અંગેની જાણ થઇ હતી. આ અંગે જાણ કરાતા ભકિતનગર પોલીસ દોડી ગઇ હતી.
બે સંતાનોના પિતા કનુભાઇને કોઇ ±ાી સાથે લાગણીના સંબંધ બંધાયા હતા. અને એક મહિનાથી ઘર અને પત્નીને છોડીને વેપારી એ ±ાી સાથે દુકાને જ રહેવા લાગ્યા હતા. પરંતુ ચારેક દિવસથી એ સ્ત્રી વેપારીને છોડીને જતી રહી હતી. જેના માટે પોતાના સ્વજનોને છોડી દીધા હતા એ ±ાીએ દગો દેતા તેના આઘાતમાં વેપારીએ અંતિમ પગલું ભરી લીધંુ હતું. વેપારીને કોની સાથે સંબંધ હતો. તેને તરછોડી જનાર ±ાી કોણ હતી સહિતના મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી હતી. આ ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી.