તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • દિલ્હીમાં ભુજના મહિલા પત્રકારનું કરાયું સન્માન

દિલ્હીમાં ભુજના મહિલા પત્રકારનું કરાયું સન્માન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિલ્હીમાં ઇન્ટરનેશનલ મીડિયા ફાઉન્ડેશન દ્વારા ચૂંટણીના સંદર્ભમાં મીડિયાની ભૂમિકા વિશે યોજાયેલા રાષ્ટ્રીય સેમિનારમાં ભુજના મહિલા પત્રકારનું સન્માન કરાયું હતું. મહિલા આયોગના મમતા શમૉ તેમજ બાલયોગી ઉમેશના મુખ્ય મહેમાન પદે યોજાયેલા સમારોહમાં ગુજરાત પ્રદેશના પ્રમુખ એવાં ભુજના પત્રકાર સવિતાબેન શાહનું મુખ્ય મહેમાનના હસ્તે સન્માન કરાયું હતું. કચ્છથી કન્યાકુમારી સુધીના ઇલેકટ્રોનીક અને પ્રિન્ટ મીડિયાના પત્રકારોને સંબોધતાં વકતાઓએ રામાયણ અને મહાભારતનું ર્દષ્ટાંત આપતાં ભારત દેશ પ્રાચીન વર્ષથી પત્રકારિત્વની શ્રેષ્ઠ ફરજ અદા કરતો હોવાનો સૂર વ્યક્ત કર્યો હતો. અતિથિ વિશેષ પદેથી રાજીવ શક્તિ અને સંજય પાસવાને પ્રસંગોચિત વકતવ્ય આપ્યું હતું.