તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સસ્તા અનાજની દુકાનના સંચાલકોને ગ્રૂપ વીમા યોજના હેઠળ સમાવાશે

સસ્તા અનાજની દુકાનના સંચાલકોને ગ્રૂપ વીમા યોજના હેઠળ સમાવાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના કશિાન આરામગૃહ ખાતે તાલુકા ફેર પ્રાઇઝ શોપ એસોસિયેશનના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી, જેમાં ભુજ તાલુકા ફેર પ્રાઇઝ શોપ એસો.ની રચના કરવામાં આવી હતી અને એફપીએસ સંચાલકોને જૂથ ગ્રૂપ વીમા યોજના અન્વયે આવરી લેવા ઠરાવ પસાર કરાયો હતો.
કારોબારીની રચનાનું માળખું એસોસિયેશનના પ્રમુખ મનુભા ખેતુભા જાડેજાએ સવૉનુમતે જાહેર કરેલું, જેને સર્વે સભ્યોએ વધાવી લીધું હતું. આ પ્રસંગે ખાસ આમંત્રિત સભ્યો ભાનુકુમાર ઠક્કર અને ભુજના પૂર્વ નગરપતિ દેવરાજભાઇ ગઢવીએ હાજર રહી માર્ગદર્શન આપ્યું હતું. ધર્મેન્દ્રભાઇ ગોહિલ, સુરેશભાઇ જોષી, જયવીરસિંહ સોઢા વગેરેએ પ્રાસંગિક ઉદ્બોધન કરી સંસ્થાના સંગઠનના માળખાંને મજબૂત કરવા હાકલ પાડી હતી. સંસ્થાના ઠરાવમાં ભુજ તાલુકા એફપીએસ સંચાલકોને જૂથ ગ્રૂપ વીમા યોજના અન્વયે આવરી લેવા સહિતના ઠરાવ કરવામાં આવ્યા હતા. પ્રમુખ મનુભા ખેતુભા જાડેજા, ઉપપ્રમુખ લખમણ મેરિયા, વિનેશ ગોસ્વામી, રાહુલ બુદ્ધભટ્ટી, મહામંત્રી નાગશી મહેશ્ર્વરી, જયસુખ ઠક્કર, મંત્રી નારણ કાપડી, રમેશગર ગુંસાઇ, ધવન ચૌહાણ, સંગઠન મંત્રી દેવજી મકવાણા, સુરેશ સામત બરાડિયા, આશાબેન ગઢવી, કાયૉલય મંત્રી પ્રકાશ ચૌહાણ, ખજાનચી મનોજ જોષી, સહખજાનચી પ્રદીપ ઠક્કરની વરણી કરવામાં આવી હતી.