• Gujarati News
  • વીમાની રકમ કાપી લેવાના કેસમાં કંપની વિરુદ્ધ ચુકાદો

વીમાની રકમ કાપી લેવાના કેસમાં કંપની વિરુદ્ધ ચુકાદો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામના અંતરજાળ ગામમાં મહાદેવ મ્યાત્રાની માલિકીના ટેન્કરને અકસ્માતમાં નુકસાન થયું હતું, તેમણે ધી ન્યૂ ઇન્ડિયા એન્સ્યોરન્સ કંપની પાસે વીમાનો દાવો કર્યો, તો કંપનીએ સર્વે રિપોર્ટ પ્રમાણે રૂ.૧,૪૦,૭૩૭માંથી માત્ર ફરિયાદ ન નોંધાવવાનું કારણ આપીને ૨૫ ટકા રકમ કાપી લીધી હતી. આ બાબતે જોકે, ટેન્કર માલિકને અંધારાંમાં રાખીને બાકીની રકમ કેમ કાપી એનો જવાબ ન અપાતાં જિલ્લા ગ્રાહક તકરાર નિવારણમાં રાવ કરવામાં આવી હતી. અહીં રાજ્ય કમશિનના ચુકાદાનો સંદર્ભ આપીને વીમા કંપનીનું પગલું યોગ્ય ન હોવાની તકરાર લેવામાં આવતાં ફોરમે વ્યાજ સાથે બાકીના નાણાં ચૂકવવા સારું વીમા કંપનીને આદેશ કર્યો હતો. વકીલ તરીકે રાજેશ ઠક્કર હાજર
રહ્યા હતા.