તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ભચાઉના સુખપરમાં ખેતર વેચવા મુદ્દે બે શખ્સે વૃદ્ધને માયૉ

ભચાઉના સુખપરમાં ખેતર વેચવા મુદ્દે બે શખ્સે વૃદ્ધને માયૉ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉ તાલુકાના સુખપર ગામમાં ખેતર વેચવા બાબતે એક વૃદ્ધ પર ખતરનાક હુમલો કરવામાં આવ્યો હતો. ગાંધીધામ તાલુકાના પડાણા ગામમાં રહેતા બે શખ્સે કરેલા આ હુમલામાં ૬૨ વર્ષીય વૃદ્ધને લોખંડના પાઇપથી માર મારીને હાથ ભાંગી નાખવામાં આવ્યો હતો, જ્યારે માંડવી તાલુકાના મેરાઉ વાડી વિસ્તારમાં રસ્તા પર ચાલવા બાબતે બોલાચાલી કરીને ચાર શખ્સે ધારિયાથી એકને માર
માર્યો હતો.
આ અંગે પોલીસના આધારભૂત સૂત્રોએ જણાવ્યું કે, ભચાઉના સુખપરમાં નારાણભાઈ મેરામભાઈ ખટારિયાને માર મારવામાં આવ્યો હતો. શનિવારે બપોરે આ વૃદ્ધ તેમના ખેતર પર કામ કરતા હતા, ત્યારે આરોપી નાનુભા દશુભા વાઘેલા અને પ્રદીપસિંહ કિરીટસિંહ વાઘેલાએ તેમના પર પાઇપ અને ધોકાથી હુમલો કરીને પીઠ, છાતી અને પગ તથા હાથમાં ફટકાર્યા હતા. હાથમાં તેમને અસ્થભિંગની ઇજા થઈ હતી. સારવાર માટે તેમને ખસેડાયા બાદ બન્ને હુમલાખોર સામે તેમણે ફોજદારી ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધ્યા બાદ ધરપકડનો દોર આગળ
વધાર્યો હતો.
માર મરાયાનો બીજો બનાવ મેરાઉ વાડી વિસ્તારમાં બન્યો હતો. શનિવારે બનેલી આ ઘટનામાં શિરવામાં રહેતા અકરશા ધવલશા સૈયદે નોંધાવેલી ફરિયાદ મુજબ ગોધરા વાડી વિસ્તારમાં રહેતા આરોપી માવજી રામજી પટેલ, શિવજી માવજી પટેલ, અર્જુન માવજી પટેલ અને લાલજીએ આ હુમલો કર્યો હતો. રસ્તા બાબતે બોલાચાલી થઈ હતી અને વાત વકરી જતાં માર મરાયો હતો. પોલીસે ફરિયાદ નોંધી તપાસની કાર્યવાહી હાથ ધરી હતી.