તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ભુજ તાલુકામાં ‘મીઠીનજર’નો જુગાર ધમધમી રહ્યો છે

ભુજ તાલુકામાં ‘મીઠીનજર’નો જુગાર ધમધમી રહ્યો છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લામથક ભુજની વાત કરીએ તો તાલુકામાં લોરિયા, કોટડા અને કોડકી રોડ ઉપર પોલીસની ‘મીઠીનજર’થી લાખો રૂપિયાની જુગારની કલબ ધમધમી રહી છે. અત્યાર સુધી સેકશન કે હપ્તાથી ચાલતી કલબો પોલીસના સોફ્ટ કોર્નરના કારણે ચાલી રહી છે. આમાં રકમ તો ચૂકવવાની જ હોય છે. લોરિયા ગામની વાત કરીએ તો અહીં ત્રણથી વધુ સમયથી હપ્તાથી નહીં, પરંતુ પોલીસની ‘મીઠીનજર’થી કલબ ચાલી રહી છે. એક કથિત પ્રતિષ્ઠિત વ્યક્તિ કલબનું સંચાલન કરી રહી છે. કોટડાની કલબનો નંબર. આ કલબ પોલીસના અમુક મધ્યમકક્ષાના અધિકારીઓ અને તેના માનીતા કર્મચારીઓ સાડા ત્રણ-ચાર લાખની મીઠીનજર હેઠળ આડકતરી મંજૂરી આપી રહ્યા છે. કોડકી રોડ ઉપર ‘મીઠીનજર’થી લાખો રૂપિયાની હારજીતને અંજામ આપતી કલબ છે. આ કલબ થોડા સમય પહેલાં કાયદેસર એટલે કે, વ્યવસ્થિત સેકશન- હપ્તાની રકમ આપીને બેધડક ચાલતી હતી. સેકશનને બદલે હવે મીઠીનજરથી જુગાર ચાલી રહ્યો છે. શું ફરક કે મીઠીનજર અને સેકશન (હપ્તા)માં
મોટે ભાગે જ્યારે ઉચ્ચ પોલીસ અધિકારીથી માંડીને વિવિધ બ્રાન્ચ અને જે-તે વિસ્તારના પોલીસ કર્મચારીઓની સર્વ સંમતિથી નક્કી થયેલી એક રકમને આધારે કલબ ચાલતી હોય તેને સેકશન કે હપ્તાની રકમ કહે છે, જ્યારે મીઠીનજર એટલે જેમાં અમુક મહત્વપૂર્ણ પોલીસ અધિકારી કે કર્મચારીને વિશ્વાસમાં લઇને જુગાર રમાડવામાં આવતો હોય છે. સેકશનમાં મોટે ભાગે હપ્તાની રકમ િદ્વઅંકી એટલે કે ૨૦ લાખથી માંડીને ૩૫ લાખ સુધીની હોય છે, જ્યારે મીઠીનજરમાં આ રકમ સાવ ઓછી એટલે કે ૩થી ૪ લાખની થઇ જાય છે. સેકશનથી ચાલતી કલબ ઉપર મોટે ભાગે રેડ પડતી નથી હોતી. સિવાય કે વિજિલન્સવાળા દમ મારવા માટે રેડ પાડે તે અલગ વસ્તુ છે અથવા તો પોલીસ કામગીરી કરે છે તે દેખાડવા માટે એકાદ-બે જુગારીઓને ૧૫૦૦-૨૦૦૦ની રકમ સાથે પકડવામાં આવે છે. મીઠીનજરમાં રેડ ગમે ત્યારે પડી શકે છે. જેને પૈસા ન મળતા હોય તે રેડ પાડી જાય, તો જેની મીઠીનજરથી કલબ ચાલતી હોય તે બોલી શકી નહીં. સેકશનથી ચાલતી કલબમાં જુગારીઓ બિન્દાસ્ત રમવા આવતા હોય છે, જ્યારે મીઠીનજરથી ચાલતી કલબમાં જુગારીઓ ડરી ડરીને રમવા આવે છે.
જુગારીઓ માટે ટ્રાન્સપોર્ટ
ભુજ તા.માં જુગાર કલબ ધમધમી રહી છે, રમવા જવાવાળાને કલબ સુધી પહોંચવું સરળ છે. સંચાલકોએ ખેલીઓ માટે અલાયદી વ્યવસ્થા ગોઠવી છે. કોટડાની કલબ માટે લેરના ફાટક સુધી પોતાના વાહનમાં જવાનું અને ત્યાંથી કલબની તૂફાન ગોઠવવામાં આવી છે, જે ખેલીઓને લઇ જાય છે. કોડકી રોડ ઉપર ૪થી ૧૧ ચાલતી કલબમાં જવા માટે હમીરસર તળાવથી તૂફાન ચલાવવામાં આવી રહી છે.‘અમે તપાસ કરાવી છે, છતાં વેરીફાઇ કરીશું’
તાલુકાના ત્રણ જુદા-જુદા સ્થળે ચાલી રહેલી જુગારની કલબ અંગે તાલુકા પોલીસ ઇન્સ્પેકટર દેસાઇએ જણાવ્યું કે, ગઇકાલે જ અમે ડી-સ્ટાફના પીએસઆઇને સાથે રાખીને તપાસ કરાવી છે. હું હજુ આ પોલીસ સ્ટેશનમાં નવો છું એટલે મને એટલો ખ્યાલ હજુ આવ્યો નથી, તેમ છતાં આપની પાસે કોઇ માહિતી હોય, તો અમારી સાથે શેર કરજો, જેથી જુગારની બદી ઉપર કાબૂ મેળવી શકાય.