• Gujarati News
  • કોલેજોના વહીવટી કર્મીની વયમયૉદા ઘટાડવા સામે રિટ

કોલેજોના વહીવટી કર્મીની વયમયૉદા ઘટાડવા સામે રિટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યની સાત યુનિવર્સિટીના ૩૭૦થી વધુ કોલેજોમાં વહીવટી કર્મચારીઓની વયમયૉદા ૬૦ને બદલે ૫૮ કરવાનો નિર્ણય ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીએ કર્યો છે. રાજ્ય ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી દ્વારા આ અંગે પરપિત્ર કરાતા ગુજરાત રાજ્ય બિનસરકારી કોલેજીસ વહીવટી કર્મચારીમાં અસંતોષ ફેલાયો છે. આ બાબતે હાઈકોર્ટમાં રિટ કરાઈ હોવાની વિગતો મળી છે.
રાજ્ય સરકારે કરેલા ઠરાવ અનુસાર ૧-૧૦-૮૪ પહેલા કે પછીથી નિમણૂંક પામેલ ચોથા વર્ગના કર્મચારી એવા પટાવાળાની વયમયૉદા ૬૦ હતી, જે અંતર્ગત વહીવટી કર્મચારીઓને પેન્શન મળતું હતું. જોકે ત્યાર બાદ પટાવાળામાંથી જુનિયર કલાર્ક તરીકે પ્રમોશન મેળવનાર આશરે ૫૦થી વધુ વહીવટી કર્મચારીઓની રાજ્ય
સરકારે તાજેતરમાં વય નિવૃત્તિ ૬૦ની ૫૮ કરવાનો નિર્ણય કર્યો છે.
જો કલાર્ક તરીકેનું પ્રમોશન ન સ્વીકારે તો તેમને મળતો હાયર સ્કેલ પરત આપવાનો થાય છે, તેના કારણે રોષ ફેલાયો છે. આ બાબતે વહીવટી કર્મચારી દ્વારા કોર્ટમાં રિટ કરવામાં આવી છે.