તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • લાયોનેસ કલબ દ્વારા ગરીબ છાત્રોને શિષ્યવૃત્તિ અપાઇ

લાયોનેસ કલબ દ્વારા ગરીબ છાત્રોને શિષ્યવૃત્તિ અપાઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલના મોંઘવારીના મારમાં લોકોને બે છેડા ભેગા કરવામાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે, ત્યારે ગરીબ લોકોની શું સ્થિતિ છે, તેનો વિચાર પણ કરવો એટલો જ મુશ્કેલ છે.. આવા સમયે ગરીબ પરિવારો બે ટંકના ભોજનના પણ સાંસા પડતા હોય, ત્યારે વ્હાલસોયા સંતાનોને અભ્યાસ કરાવવાનું જ ટાળી દે છે, ત્યારે ગાંધીધામની લાયોનેસ કલબ દ્વારા પરિવારની આર્થિક સંકડામણના કારણે અધવચ્ચે જ અમુક બાળકો શિક્ષણ છોડી દેતા હોવાથી કલબ દ્વારા શહેરની મૈત્રી પ્રાથમિક શાળામાં જઇ ગરીબ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની સહાય કરાઇ હતી. આ સમયે શાળાના આચાર્ય તથા સ્ટાફ પરિવારે કલબના સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ તકે કલબના પ્રમુખ અનુરાધાબેન રાઠોડ, બિંદુબેન ભાર્ગવ તથા હર્ષબેન મહેતા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.