• Gujarati News
  • ચોમાસું બેસતાંની સાથે જ પાલિકાનો કંટ્રોલરૂમ બંધ

ચોમાસું બેસતાંની સાથે જ પાલિકાનો કંટ્રોલરૂમ બંધ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામના રહીશોની માઠી કહો કે અવદશા, હજુ તો ચોમાસાંની શરૂઆત જ થઇ રહી છે. માત્ર પાંચ-છ મિમી વરસાદમાં જ જો શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાઇ જતાં હોય તો હજુ તો ચોમાસું બાકી છે, ત્યારે શહેરીજનોને કેવી હાલાકી ભોગવવી પડશે તે કહેવું પણ મુશ્કેલ છે. આશ્ર્વર્યની વાત તો એ છે કે, સુધરાઇ દ્વારા મોટા ઉપાડે કંટ્રોલરૂમ તો શરૂ કરી દેવાયો, પરંતુ રજા હોય કે ચાલુ દિવસે ફોન તો ઉપડતા જ નથી!
ચોમાસા ં સમયે ઊભી થતી આપત્તજિનક પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્યભરમાં વરસાદના આગમનના ૧૫ દિવસ પૂર્વે જ ૧લી જુનથી કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવે છે. રાજ્ય સરકારના આદેશ મુજબ દર વર્ષની જેમ આ વર્ષે પણ તાલુકા પંચાયત, મામલતદાર કચેરી તથા પાલિકા કચેરીએ કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે. સંબંધિત કચેરીઓએ વરસાદ સમયે કોઇ આપત્તિ ઊભી થાય, તો ક્યાં-ક્યાં સંપર્ક કરવો તેની માહિતી પણ જાહેર કરી દીધી છે, પરંતુ દુ:ખની વાત એ છે કે, નગરપાલિકાનો કંટ્રોલરૂમ ચાલુ દિવસ હોય કે રજાનો હંમેશાં નો રપિ્લાય જ થાય છે. રવિવારના ‘દિવ્ય ભાસ્કર’એ વરસાદના આંકડા લેવા જ્યારે સુધરાઇના કંટ્રોલરૂમ નં. ૨૩૧૬૧૦ પર સંપર્ક કર્યો હતો, પરંતુ ટેલફિોન સતત નો રપિ્લાય જ
થતો હતો.
આમ જોવો તો સુધરાઇ એક જ નહીં, પરંતુ તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીના પણ ક્યારેક-ક્યારેક ફોન ઉપડતા નથી, ત્યારે સવાલ એ ખડો થયો છે કે, જોડિયા શહેરમાં જો કુદરત ઉત્તરાખંડની જેમ આડેધડ મહેર કરી એક સાથે ધોધમાર વરસાદ વરસાવી દે, તો નગરપાલિકાએ પાણીના નિકાલની કોઇ સમસ્યા નિવારવાની વ્યવસ્થા તો કરી જ નથી, જેથી આખાં શહેરમાં પાણી ભરાય, ત્યારે શહેરીજનો કોનો સંપર્ક કરે તે એક મોટો સવાલ છે.
જોકે, પાલિકાના લોલમલોલ વહીવટ પાછળ ચીફ ઓફિસરની ભૂમિકા પણ એટલી જ મહત્વની છે. કારણ કે, પાલિકાના સીઓ જગિર પટેલ સપ્તાહમાં બે વાર તો માંડ ઓફિસે હાજર હોય છે. ‘ઘેર હાજરી’ જોવા મળે છે. રહીશો પૂછતાછ કરે, તો કર્મચારીઓ હાલ સીઓ પાસે ડીએમઓનો ચાર્જ હોવાથી ઓફિસ કામ સબબ બહાર ગામ કે મીટિંગમાં ગયા હોવાનું જણાવી અરજદારોને વળાવી દે છે.