તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • કાર્ગોમાં પોલીસે દેશી દારૂની થેલીઓ વીણી

કાર્ગોમાં પોલીસે દેશી દારૂની થેલીઓ વીણી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉમાં થયેલા લઠ્ઠાકાંડ બાદ સંકુલની પોલીસ રહી-રહીને પણ આબરૂ બચાવવા પડમાં આવી છે. દરરોજ ન નોંધાતા દેશી-વિદેશી દારૂના કેસો નોંધાવા લાગ્યા છે૪ ત્યારે રવિવારે સિવિલ ડ્રેસમાં પોલીસ કર્મચારીઓએ કાર્ગો ઝૂંપડપટ્ટી વિસ્તારમાંથી દેશી દારૂની થેલીઓ વીણી હતી.
સૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, રવિવારે સાંજે છએક વાગ્યાના અરસામાં કાર્ગો ઝૂંપડપટ્ટીમાં સિવિલ ડ્રેસમાં ત્રણથી વધુ પોલીસ કર્મચારી આવી ગયા હતા અને સીધા જ રહીશોના ઘરમાં ઘૂસી દેશી દારૂની થેલીઓ એકઠા કરવા લાગ્યા હતા. પોલીસે પાંચ જ મિનિટમાં એક કોથળા જેટલો દારૂ ભેગો કરી લીધો હતો, ત્યારે પ્ર®ન એ થાય છે કે, જો પોલીસ વહેલી જાગી હોત, તો કદાચ લઠ્ઠાકાંડ જેવી ઘટના ન બની હોત.