• Gujarati News
  • ૩.૫ કરોડનું લાલ ચંદન જપ્ત ?

૩.૫ કરોડનું લાલ ચંદન જપ્ત ?

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુન્દ્રા સ્થિત અદાણી પોર્ટ પર પૂર્વ બાતમીના આધારે ડીઆરઆઇએ રેડ કરી શંકાસ્પદ બે કન્ટેઇનરની જાંચ હાથ ધરતાં તેમાંથી સાડા ત્રણ કરોડ રૂપિયાની કિંમતનું લાલ ચંદન પકડી પાડતાં ચકચાર વ્યાપી ગઈ હતી. રકત ચંદનનો આ જથ્થો ૩૫ ટન હોવાની વાત સપાટી પર આવી હતી. જોકે, આ બાબતે ડીઆરઆઇએ રવિવારે રાત્રે મોડે સુધી મગનું નામ મરી ન પાડતાં સત્તાવાર કોઇ વિગતો બહાર આવી નહોતી. હજી ગત ડિસેમ્બરના મસમોટા રકત ચંદનના કેસમાં મુંબઈના માસ્ટર માઇન્ડને શનિવારે જ ડીઆરઆઇને ગાંધીધામમાંથી પકડી પાડÛો, ત્યાં આ ઓપરેશન બહાર આવતાં કચ્છમાં ફરી લાલ ચંદન મામલે દાણચોરો સક્રિય થઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે.
પ્રાપ્ત વિગતોે અનુસાર મુન્દ્રા બંદરેથી રકતચંદનનો જંગી જથ્થો અખાતી દેશોમાં રવાના કરવાની પેરવી અગાઉ ડીઆરઆઇને બાતમી મળી હતી. આ બાતમીના આધારે શનિવારે રાત્રે ડીઆરઆઇએ બંદરગાહ પર છાપો મારી શંકાસ્પદ બે કન્ટેઇનરની તપાસ હાથ ધરી હતી. તપાસ અર્થે સ્થાનિક એક્ઝિમ યાર્ડમાં કન્ટેઇનરો ખોલવામાં આવ્યાં હતાં, તેમાંથી આશરે ૩૫ ટન રકતચંદનનો જથ્થો મળી આવ્યો હતો. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર આ જથ્થો વિદેશમાં પગ
...અનુસંધાન પાના નં. ૬
કરે તેના પહેલાં ડીઆરઆઇ દ્વારા પકડવામાં આવ્યો હતો અને સીઝ કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે. આ અનુસંધાને ડીઆરઆઇના અધિકારીઓનોે ટેલફિોનિક સંપર્ક સાધવાનો પ્રયાસ કરતાં શકય બની શકયો નહોતો. અધિકારીઓએ ફોન રિસીવ ન કર્યા હોવાથી સત્તાવાર હકીકત બહાર આવી શકી નહોતી.