તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • રાપરના રેંકડીધારકોનો પ્રશ્ન વ્યવહારીક રીતે ઉકેલવો જોઇએ

રાપરના રેંકડીધારકોનો પ્રશ્ન વ્યવહારીક રીતે ઉકેલવો જોઇએ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાપરના શ્રમજીવી રેંકડીધારકોને નગરપાલિકા યોગ્ય સ્થળ આપે તેવી માગણી પૂર્વ ધારાસભ્ય દ્વારા ચીફ ઓફિસર સમક્ષ કરાઇ છે. તેમણે આ ગરીબ પરીવારો માટે યોગ્ય અને વ્યવહારુ ઉકેલ આવે તે જોવા ખાસ અપીલ કરીછે.
બાબુભાઇ શાહે રજૂઆતમાં જણાવ્યું છે કે, આવકની વધઘટને કોરાણે રાખીને નગરપાલિકા અને રેંકડીધારકો વચ્ચે થતાં ઘર્ષણને રોકવું જોઇએ. શહેરના પશુ દવાખાના અને જૂના બસ સ્ટેન્ડ વચ્ચેના માર્ગમાં રેંકડીધારકોને જગ્યા આપી શકાય એમ છે. કારણ કે, આ રસ્તો વાહનચાલકો માટે નહીં, પણ લોકોને આવવા-જવા માટે ટૂંકો રસ્તો છે, તેથી આ રસ્તા પર જો રેંકડીધારકોને ઊભા રખાય, તો બહાર ગામથી ખરીદી કરવા આવતા લોકોને પણ સગવડતા રહે. પાલિકા દ્વારા લોકોને તથા વાહનોને અડચપરૂપ ન હોય, તેવો માર્ગ કઢાય તેવી માગણી કરાઇ છે.
અગાઉ કોંગ્રેસના શાસનમાં માત્ર પાંચ રુપિયાના નજીવા ભાડે ઉભવાની વ્યવસ્થા ગોઠવાઇ હતી પણ વર્તમાન ભાજપની બોડીએ તેને ખારીજ કરી છે જે અયોગ્Û છે. આ જ વિસ્તારમાં નાના દુકાનદારોને જો લાભ મળતો હોય તો આવા રેકડીધારકોને શા માટે નહીં તેવો સવાલ પણ શાહે કર્યો હતો. માત્ર આવક નહીં પણ લોકોને પડતી સગવડતાને ધ્યાને રાખીને નિર્ણય ફેરબદલ થાય તે જોવા તેઓએ આગ્રહ કર્યો હતો.