• Gujarati News
  • ઇન્ટરનેટના કારણે વાંચન બાબતે યુવાનો અવદશામાં છે

ઇન્ટરનેટના કારણે વાંચન બાબતે યુવાનો અવદશામાં છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાહિત્યકારોની ર્દિષ્ટએ સારાં પુસ્તકો વ્યક્તિના મિત્રની ગરજ સારે છે, પણ પ્રવર્તમાન ઇન્ટરનેટ યુગમાં ખાસ કરીને યુવાવર્ગ વાંચનથી દૂર જતો હોવાથી તેની અવદશા બેઠી છે તેવો વિચાર અંજારમાં રોટરી કલબે યોજેલા ‘સાહિત્ય અને સમાજ’ વિષયક કાર્યક્રમમાં મહિલા સાહિત્યકારે વ્યક્ત કર્યો હતો.
પ્રારંભમાં સેક્રેટરી રાજા દક્ષિણીના શાબિ્દક સ્વાગત બાદ પ્રમુખ ભરત સોની અને પ્રોજેક્ટ ચેરમેન એલ.વી.વોરાએ વકતાનો પરિચય આપ્યો હતો. મુખ્ય વકતા શરીફાબેન વીજળીવાળાએ પુસ્તક વાંચનના મહત્વ બાબતે પોતાના વિચારો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, અભણ અને ગરીબ મા-બાપના સંતાન અને ગામઠી શાળામાં પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કરનારી વ્યક્તિ આજે પીએચ.ડી. કરી ડોકટરેટની ડિગ્રી પુસ્તક વાંચનના કારણે પ્રાપ્ત કરી શકે છે.
મોબાઇલ, ઇન્ટરનેટ, ટી.વી.ના યુગમાં વાંચનની બાબતમાં સાહિત્યનો સમાજ પર કેવો પ્રભાવ પડે છે તેનું ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે, ઇ.સં.૧૮૮૦માં અંકલ ટોમ્સ નામની નવલકથામાં ગુલામી પ્રથા વિશે દિલદ્રાવક વર્ણનને કારણે અમેરિકી સંસદમાં કાયદો સુધારવાની ફરજ પડી હતી. ભારત દેશ તેની સાંસ્કૃતિક ધરોહરને કારણે બચેલો છે.દિલીપ ગાંધી, પ્રવીણ સોરિઠયા, ચંદ્રકાંત પલણે જહેમત ઉઠાવી હતી.