તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વિદ્યાર્થીઓને પ્રાકૃતિક શિક્ષણ મેળવવા કરાઇ હાકલ

વિદ્યાર્થીઓને પ્રાકૃતિક શિક્ષણ મેળવવા કરાઇ હાકલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાં અખિલ ભારત યોગ વિધ્યા એવમ્ પ્રાકૃતિક જીવન સંઘ ભુજ દ્વારા સર્વમંગલ આરોગ્યધામમાં એક માસની તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુંબઇ, દિલ્હી, અમદાવાદ, રાજકોટ, દમણ, કચ્છમાંથી વિદ્યાર્થીઓએ તાલીમ પૂર્ણ
કરી હતી.
તાલીમ શિબિરનું સમાપન કરતાં સંસ્થાના પ્રમુખ બહાદુરભાઇ ભાગ્યાએ જણાવ્યું હતું કે, મોટા ભાગના રોગો ખાન-પાનથી થાય છે. જો પ્રાકૃતિક ફળો-શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે તો શરીર તંદુરસ્ત રહી શકે છે.
સંસ્થાના રમણીક ગડાએ નેચરોપેજીનો ઉદે્શ સમજાવી વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ચિકિત્સાનું શિક્ષણ મેળવવા હાકલ કરી હતી.
સંસ્થાના કો.ઓિર્ડનેટર દિનેશ મુંદડા, શૈલેન્દ્ર ચતુર્વેદીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આ તકે મધુભાઇ સંઘવી, ડો.રમેશ વરૂ, કમલકાંત ભટ્ટ, લક્ષ્મણ દાફડા, પૂનમ ભટ્ટ હાજર રહ્યા હતા.