તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ખંભાિળયામાં નિવૃત્ત પોલીસકર્મી સહિત બે વિદેશી દારૂ સાથે ઝડપાયા

ખંભાિળયામાં નિવૃત્ત પોલીસકર્મી સહિત બે વિદેશી દારૂ સાથે ઝડપાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાિળયાના નિવૃત પોલીસ જમાદાર સહિત બે શખ્સોને સ્થાનિક પોલીસે વિદેશી દારૂના તોતીંગ જથ્થા સાથે પકડી પાડતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે દારૂ સહિત ત્રણ લાખનો મુદામાલ કબ્જે કરી આ પ્રકરણના મૂળ સુધી પહોંચવા કવાયત શરૂ કરી છે.
ખંભાિળયામાં જલારામ નગર વિસ્તારમાં રહેતાં અને અગાઉ સીપીઆઇ કચેરીમાં રાઇટર હેડ તરીકે ફરજ બજાવી ચૂકેલા અને છ માસ પૂર્વે નિવૃત થયેલા પોલીસ જમાદાર રસીકભાઇ ભગવાનજીભાઇ ધામેચા તેના અન્ય સાગ્રીત સાથે વિદેશી દારૂનો જથ્થો શહેરમાં ઘુસાડવાની ફીરાકમાં હોવાની સ્થાનિક પોલીસને બાતમી મળી હતી. આ બાતમીના આધારે પીએસઆઇ કે.કે. રાજપૂત, વી.એલ. પરમાર સહિતના સ્ટાફે ગઇકાલે સાંજે લાલપુર રોડ પર વોચ ગોઠવી હતી. જેમાં પુરઝડપે પસાર થયેલી જીજે-૧૦-એકસ-૩૫૧ નંબરની તુફાનજીપને પોલીસે રોકાવી તલાસી લીધી હતી. જેમાં જીપ અંદર સવાર નિવૃત જમાદાર રસીક ધામેચા અને ચાલક મેહુલ દુલાભાઇ સંધીયાના કબ્જામાંથી રૂ.૫૯૪૦૦ની કિંમતનો ૧૯૮ બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે જીપ અને દારૂના જથ્થા સહિત રૂ. ત્રણ લાખનો મુદામાલ કબ્જે કરી નિવૃત જમાદાર અને તેના સાગ્રીતની ધરપકડ કરી હતી. આ પ્રકરણના મુળ સુધી પહોંચવા પોલીસે બન્ને શખ્સોને કોર્ટ સમક્ષ રજૂ કરી, બે દિવસના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે. જેના આધારે અન્યની સંડોવણી પણ બહાર આવશે.