• Gujarati News
  • રામબાગ હોસ્પિટલમાં જ સફાઇ થતી નથી!

રામબાગ હોસ્પિટલમાં જ સફાઇ થતી નથી!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ : મામલતદાર કચેરી ખાતે બુધવારના મુખ્યમંત્રી ઓનલાઇન સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગ્રામ્યની ૨૨ અને શહેરી વિસ્તારન આવેલી સાત અરજીનો નિકાલ કરવામાં આવ્યો હતો. રામબાગ હોસ્પિટલના સત્તાવાળાઓએ કરી હતી, જેમાં વારંવાર રજૂઆત કરવા છતાં નિંભર પાલિકા દ્વારા સફાઇ કરવામાં જ ન આવતી હોવાનું કહેતાં તાત્કાલિક સંબંધિત અધિકારીને યોગ્ય કરવાની સૂચના આપી હતી અન્યથા જવાબદારો સામે પગલાં ભરવાની પણ મામલતદારે તાકીદ કરી હતી.
ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ગાંધીધામના સેકટર-૭ વિસ્તારમાં ગંદાં પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા જ ન હોવાની રાવ કરી હતી, જ્યારે રામબાગ હોસ્પિટલમાં પાણીનું નવું કનેકશન આપવા, આદપિુરમાં ફશિ માર્કેટની સફાઇ, લીઝ રિન્યૂ કરવા સહિતની સાત અરજી આવી હતી, તો ગ્રામ્યકક્ષામાં પડાણા, ગળપાદર, કિડાણા, મીઠીરોહર, શિણાય સહિતના ગામોમાંથી પાણી, ગટર, રોડ-રસ્તા, સફાઇ, સ્ટ્રીટલાઇટ જેવી પ્રાથમિક સુવિધાનો અભાવ તથા ૭/૧૨, ૮-અ અને જન્મ-મરણના દાખલા મેળવવામાં લોકોને વેઠવી પડતી મુશ્કેલીનો અંત આણવા રજૂઆત કરવામાં આવી હતી.