• Gujarati News
  • પાલિકાના ભ્રષ્ટ અને નિંભર વહીવટથી લોકો થયા ત્રસ્ત

પાલિકાના ભ્રષ્ટ અને નિંભર વહીવટથી લોકો થયા ત્રસ્ત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ નગરપાલિકાની નીતિ-રીતિ સામે અવારનવાર વિરોધ નોંધાવનારી કોંગ્રેસે ફરી એકવાર પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સામે ભ્રષ્ટ તેમજ નિંભરથી શહેરીજનોને ખૂબ જ તકલીફ પડી રહી હોવાનો આક્ષેપ કર્યો છે.
ગાંધીધામ પાલિકાના વિરોધ પક્ષના નેતા સંજય ગાંધીએ તેમના નિવેદનમાં એવો આક્ષેપ કર્યો છે કે, શહેરને પોતાના સ્વાર્થ ખાતર નકૉગાર બનાવવા માટે સત્તાવાળાઓ ખોટો વહીવટ કરી ભ્રષ્ટાચાર આચરવામાં ચૂર થઇ ગયા છે. પોતે પણ નગરસેવક રહી ચૂકયા હોવાથી ભૂતકાળમાં પણ આ પ્રકારે પ્રેક્ટિસ ન થઇ હોવાનું જણાવીને હાલ ચાલી રહેલી કથિત ભ્રષ્ટાચારી નીતિ-રીતિ સામે તેમણે આશ્ર્વર્ય વ્યક્ત કર્યું હતું. પાલિકામાં રહેલા લોકોએ માત્ર ભ્રષ્ટાચાર કરવા માટે જ સત્તા સંભાળી હોય તેવું જણાવીને દરેક કામમાં કટકીની ટકાવારી નક્કી થઇ હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો છે. કચરો ઉપાડવાના દરબાર વેસ્ટ કોર્પોરેશનનો ૪૦ લાખનો કોન્ટ્રાકટ હોય કે પાણીની લાઇન હોય અથવા ડ્રેનેજ લાઇન હોય તમામ કામમાં ટકાવારી સિવાય કામ ન થતું હોવાનું તેમણે જણાવ્યું છે. લાખો રૂપિયાના ખર્ચે સફાઇ અભિયાન થતું હોવા છતાં પીવાનું પાણી દૂષિત મળે છે. તેવી જ રીતે ગટરો ઉભરાઇ જતાં લોકોના ઘરમાં દૂષિત પાણી પણ મળે છે. લોકો કેટલી હદે કંટાળ્યા છે તેનો દાખલો આપતાં જણાવ્યું હતું કે, પ્રવેશોત્સવના કાર્યક્રમમાં પણ લોકો તેમનો ઉભરો ઠાલવતા અચકાતા નથી.