• Gujarati News
  • વોર્ડ ૧૨ બીના રહીશોએ સફાઇ કરનો વિરોધ કર્યો

વોર્ડ ૧૨/બીના રહીશોએ સફાઇ કરનો વિરોધ કર્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ નગરપાલિકા દ્વારા ખાસ સફાઇ વેરો ઉઘરાવવાની નોટીસ જાહેર પ્રસિદ્ધ કરતાની સાથે જ ઠેર ઠેર વિરોધ થઇ રહ્યો છે ત્યારે વોર્ડ ૧૨/બીમાં આવેલી પ્રેમનગર કો.ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી લીમીટેડ પણ વિરોધ વ્યક્ત કરી સીઓને પત્ર પાઠવ્યો છે.
પ્રેમનગર સોસાયટીના સ્વરૂપચંદ ચંદનાનીએ જણાવ્યું હતું કે, ગુજરાત મ્યુનીસીપાલીટી એકટ- ૧૯૬૩ મુજબ સ્પેશિયલ સેનેટરી સેસ નાખી શકવાની કોઇ જોગવાઇ નથી. કાયદાની કલમ ૯૯ની પેટા કલમ (૧)ના કલોઝમાં (૬)માં પ્રાઇવેટ લેટરÃગ કે મીલ્કત અથવા કમ્પાઉન્ડ સુધરાઇ કે તેની એજન્સી સાફ કરતી હોય તો જ સ્પેશિયલ સેનેટરી સેસ લાદી વસુલી શકાય. અન્ય કોઇ રીતે મિલ્કત પર ખાસ સફાઇ ઉપકર વસુલ કરી શકાય નહીં.