તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • આદપિુરની ૮૦ બજારમાં જાહેરમાં જુગાર રમતા ૧૨ શખ્સ ઝડપાયા

આદપિુરની ૮૦ બજારમાં જાહેરમાં જુગાર રમતા ૧૨ શખ્સ ઝડપાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આદપિુરની ૮૦ બજારમાં જાહેરમાં ધાણીપાસાનો જુગાર રમતા ૧૨ જુગારીને પોલીસે રોકડ અને મોબાઇલ મળી ૧૦૯૦૦ના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી લીધા હતા.
આ અંગે આદપિુર પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ૮૦ બજાર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી જાહેરમાં ધાણીપાસાનો જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી અને ખેલીઓ સમયાંતરે જગ્યા બદલી નાખતા હોવાનું પણ પોલીસની જાણમાં હોવાથી લાંબા સમયથી આ જુગારીઓને પકડી લેવા વોચ ગોઠવી હતી, તેવામાં શનિવારના સાંજના સબ ઇન્સ્પેકટર ટી.એ. ગઢવીને ચોક્કસ બાતમી મળતાં સ્ટાફ સાથે રેડ કરી હતી. પોલીસે કરેલી આ દરમિયાન જાહેરમાં ધાણીપાસાનો જુગાર રમતા કાનજી ઉફેઁ ભમરી રાયમલ, મહેશ મનજી સોરિઠયા, નિલેશ ધનજી બાંભણિયા, મીતેશ મોહન સોરિઠયા, અશોક લાલચંદ્ર દુબે, મોહન માવજી વાણિયા, પ્રભુ ગંગારામ મઢવી, ભરત રમેશ ઠક્કર, હીરજી કાનજી બારોટ, હાસમ મુસા ચાવડા, હીરા કરસન ડાંગર અને હીરા જુમા કોલી રંગેહાથ ઝડપાઇ ગયા હતા. પોલીસે સ્થળ પરથી ૬૧૦૦ની રોકડ તથા આઠ મોબાઇલ મળી કુલ રૂ. ૧૦૯૦૦નો મુદ્દામાલ કબજે કરી તમામને લોકઅપમાં ધકેલી દીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આદપિુરમાં અનેક સ્થળોએ દિવસ ઉગેને જુગારના પડો જામે છે, ત્યારે પોલીસ બાતમીદારોને કામે લગાડે, તો હજુ અનેક મોટી હાઇપ્રોફાઇલ જુગાર કલબો પકડાય તેમ છે.