• Gujarati News
  • ગાંધીધામમાં રસોઇ અને કબરાઉમાં ચા બનાવતાં દાઝેલી યુવતીનું મોત

ગાંધીધામમાં રસોઇ અને કબરાઉમાં ચા બનાવતાં દાઝેલી યુવતીનું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામના કાર્ગો ઝૂંપડાંમાં રહેતી તરૂણી પ્રાઇમસ પર રસોઇ બનાવતી વેળાએ ગંભીર રીતે દાઝી જતાં ટૂંકી સારવાર દરમિયાન મોતને ભેટી હતી, જ્યારે કબરાઉમાં શુક્રવારના બપોરના સમયે ચા બનાવતાં ડ્રેસનો દુપટ્ટો આગને અડી જતાં દાઝી ગઇ હતી, જયાં શનિવારના વહેલી સવારના તેણે જીવ ગુમાવી દીધો હતો. ગાંધીધામના કાર્ગો ઝૂંપડપટ્ટીમાં રહેતી લતાબેન કનૈયાલાલ ચૌહાણ (૧૪) સવારે ૧૦ વાગ્યાના અરસામાં ઘરે પ્રાઇમસ પર રસોઇ બનાવી રહી હતી, ત્યારે પ્રાઇમસની ઝાળ લાગતાં દાઝી ગઇ હતી, જનરલ હોસ્પિટલમાં સારવાર બાદ દમ તોડી દીધો હતો. કબરાઉ ગામે વજિયાબેન ગોવિંદભાઇ પટેલ (૨૦) બપોરે ૧:૩૦ વાગ્યે ઘરે ચા બનાવતી વખતે પહેરેલા ડ્રેસનો દુપટ્ટો પ્રાઇમસ પર પડતાં ભડભડ સળગી ઉઠી હતી. શનિવારના વહેલી સવારના સમયે તેણે છેલ્લા શ્ર્વાસ લીધા હતા.