• Gujarati News
  • કુતિયાણાના છતરાળા ગામના યુવાનનું અકસ્માતમાં મોત

કુતિયાણાના છતરાળા ગામના યુવાનનું અકસ્માતમાં મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુતિયાણાના છતરાળા ગામના મેર યુવાનનું વાહન અકસ્માતમાં મોત નીપજયું હતું. તેમજ વિસાવદરના સરસઇ ગામના ખાંટ આધેડે બીમારીથી કંટાળી આપઘાત કરી લીધો હતો.
છતરાળા ગામે રહેતો મેર યુવાન લક્ષ્મણ મુળુભાઇ ખૂંટી (ઉ.વ.૩૨) શુક્રવારે પોરબંદરથી બાઇક પર પોતાના ગામ જવા નીકળ્યો હતો. પરંતુ રસ્તામાં કોઇ કારણસર બાઇક સ્લીપ થઇ ગયું હતું. અકસ્માતમાં ઘવાયેલા મેર યુવાનને રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું. યુવાન પુત્રના આકિસ્મક મોતથી ખૂંટી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.
અન્ય એક કિસ્સામાં વિસાવદરના સરસઇ ગામે રહેતા ખાંટ આધેડ ભૂપતભાઇ ભાણાભાઇ મોરી (ઉ.વ.૪૫)એ બે દિવસ પૂર્વે કેરોસીન પી લેતાં તેમને જૂનાગઢ બાદ રાજકોટ હોસ્પિટલમાં ખેસડાયા હતા. પરંતુ તેમનુ મોત નીપજયું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ખાંટ આધેડ હરસની બીમારીમાં સપડાયા હતા. અને તેની સારવાર પણ ચાલુ હતી. પરંતુ તબિયતમાં કોઇ ફર્ક નહીં પડતાં કંટાળીને પગલું ભર્યું હતું. બનાવ અંગે પોલીસે કાર્યવાહી કરી હતી.