તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • આડેસરમાં વરસાદી પાણીના મુદ્દે ભાઇએ ભાઇને ધારિયું માર્યું

આડેસરમાં વરસાદી પાણીના મુદ્દે ભાઇએ ભાઇને ધારિયું માર્યું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આડેસર ગામે વરસાદી પાણીના નિકાલના મુદ્દે એક જ દીવાલે રહેતા ભાઇ-ભાઇ વચ્ચે માથાકૂટ થતાં ધારિયાથી મારામારી થઇ હતી, જેમાં એકને ફેકચર સહિતની ઇજા થઇ હતી.
તો મારામારીનો અન્ય એક બનાવ નખત્રાણા તાલુકાના દેશલપર(ગંુંતલી)માં તમે મારું ઘર બગાડો છો, તેમ કહી પાડોશમાં રહેતા શખ્સે મહિલા પર છરીથી હુમલો કર્યો હતો.
પોલીસે બનાવની વગિત આપતાં જણાવ્યું હતું કે, આડેસર રહેતા સિિદ્દક આયુબ હિઁગોરજા અને તેના ભાઇ જુમાને મનમેળ ન થતો હોવાથી બન્ને છેલ્લા ઘણા સમયથી એક દીવાલ વચ્ચે જ જુદા-જુદા રહે છે. શનિવારના બપોરના ત્રણ વાગ્યાના અરસામાં વરસાદી પાણી ભરાઇ જવા બાબતે બોલાચાલી થઇ હતી.જોતજોતામાં જ વાત વણસી જતાં જુમાએ સગા ભાઇ સિિદ્દક હિઁગોરજા (૪૩) પર ધારિયાથી હુમલો કર્યો હતો, જેમાં હાથના ભાગે ફેકચર થયું હતું, તો અન્ય એક બનાવમાં દેશલપર (ગુંતલી)માં શુક્રવારના બપોરના રાધાબેન શિવજી કોલી (૩૫) સાથે પાડોશમાં રહેતો મોહન મુસા કોલી તેના ઘરે આવી ચડયો હતો અને મહિલાને તમે મારું ઘર બગાડો છો તેમ કહી પોતાના કબજામાં રહેલી છરીથી રાધાબેનના પેટ પર એક ઘા ઝીંકી દીધો હતો.
છરીના ઘા વાગવાથી ગંભીર ઇજાઓ થતાં મહિલાને પ્રથમ નખત્રાણા બાદમાં વધુ સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં રફિર કરાયાં છે. પોલીસે મારામારીના બન્ને બનાવની નોંધ કરી આરોપીઓને પકડી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવ બાદ આ વિસ્તારમાં ચર્ચા વ્યાપક બની ગઇ છે.