તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ટંકારાના હડમતિયામાં જીપની ઠોકરે વૃધ્ધાનું મૃત્યુ

ટંકારાના હડમતિયામાં જીપની ઠોકરે વૃધ્ધાનું મૃત્યુ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટંકારાના હડમતિયા ગામે રહેતા પટેલ વૃધ્ધા લક્ષ્મીબેન બેચરભાઇ મેરજા શુક્રવારે સાંજે પોતાના ઘર બહાર ઓટલા પાસે બેઠા હતા ત્યારે પાડોશીની બોલેરો જીપ ચાલુ થઇ જતા પટેલ વૃધ્ધા ગભરાઇ ગયા હતા. અને ભાગવા જતા જીપની ઠોકરે ચડી ગયા હતા. ઘવાયેલા લક્ષ્મીબેનને રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ તેમનું મોત નીપજયું હતું.