• Gujarati News
  • વાયોરની કંપની સાથે ઠગાઇના ગુનામાં વધુ ત્રણની ધરપકડ

વાયોરની કંપની સાથે ઠગાઇના ગુનામાં વધુ ત્રણની ધરપકડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અબડાસા તાલુકાના વાયોર નજીક આવેલી જે.પી. સિમેન્ટ કંપનીની મશીનરીઓ માટે આવતા કોલસાને બારોબાર વેચી મારવાના ગુનામાં નાસતા-ફરતા ત્રણ આરોપીને શુક્રવારના મોડી રાતના પોલીસે ઝડપી લીધા હતા.
આ અંગે સ્થાનિક પોલીસે કહ્યું કે, અદાણી પોર્ટથી ૩.૬૦ લાખનો વિદેશી કોલસાનો જથ્થો જે.પી. સિમેન્ટ કંપનીમાં ખાલી કરવા ત્રણ ટ્રકમાં મોકલાયો હતો, ત્યારે ત્રણેય ટ્રકચાલકે કંપનીના કર્મચારીની મિલભિગતથી માલ પહોંચી ગયાના ખોટા આધાર પુરાવાઓ રજુ કરી ઠગાઇ કરી હતી, જેમાં નાસતા જુવાનસિંહ બુધુભા મોખા, બટુકસિંહ ભીમસિંહ ચૌહાણ અને ભીમુભા માધુભા ચૌહાણને શુક્રવારની મોડી રાત્રિના પોલીસે પકડી પાડ્યા હતા.તેઓની પૂછ-પરછ બાદ વધુ વિગતો બહાર આવશે તેમ મનાય છે.