તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • આગામી ચાર દિવસ અમદાવાદમાં મધ્યમ વરસાદી ઝાપટાંની આગાહી

આગામી ચાર દિવસ અમદાવાદમાં મધ્યમ વરસાદી ઝાપટાંની આગાહી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પશ્ચિમી રાજસ્થાન અને કચ્છના વિસ્તારમાં દરિયાકિનારાથી ઉપરના વાતાવરણમાં ૧.૫ થી ૫.૮ કિમીની ઝડપે અપર એર સરકયુલેશન સર્જાયું છે. જેને પગલે આગામી ચાર દિવસો દરમિયાન અમદાવાદમાં મધ્યમ વરસાદી ઝાપટાંની જ્યારે રાજ્યનાં વિવિધ વિસ્તારમાં પણ વરસાદી ઝાપટાંની આગાહી હવામાન વિભાગે કરી છે. જ્યારે શનિવારે સાંજે વાતાવરણમાં પલ્ટો આવતાં શહેરના કેટલાક વિસ્તારોમાં જોરદાર વરસાદી ઝાપટાં પડતાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયું હતું.
શનિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ૩ ડિગ્રી ઘટીને ૩૨.૪ અને લઘુતમ તાપમાન સામાન્ય કરતાં ૧ ડિગ્રી ઘટીને ૨૫.૪ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે ૮.૩૦ કલાકે ૯૧ ટકા અને સાંજે ૫.૩૦ કલાકે ૭૧ ટકાએ પહોંચ્યું હતું. જેને પગલે અમદાવાદમાં વહેલી સવારથી ગરમીનું પ્રમાણ જોવા મળ્યું હતું, તેમજ દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યું હોવા છતાં વરસાદની ગેરહાજરીમાં લોકોએ ગરમી અને બફારાનો અનુભવ કર્યો હતો. જો કે, સાંજ પડતાં શહેરના કેટલાક વિસ્તારમાં હળવું વરસાદી ઝાપટું પડયું હોવાનું જાણવા મળ્યું છે.