તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • અમદાવાદની રથયાત્રા પર યુએવી બાજ નજર રાખશે

અમદાવાદની રથયાત્રા પર યુએવી બાજ નજર રાખશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ રથયાત્રાની તૈયારીને આખરી ઓપ અપાઇ રહ્યો છે ત્યારે પોલીસે પણ રથયાત્રા શાંતપિૂર્વક સંપÌા થાય તેના માટે કવાયત શરૂ કરી દીધી છે. પોલીસે હાલ રૂટ પર રહિર્સલ અને સંવેદનશીલ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે. પોલીસે આ વખતે રથયાત્રા પર બાજ નજર રાખવા માટે બે યુએવી(અનમેન એરિયલ વ્હીકલ)નો ઉપયોગ કરવાની જાહેરાત કરી છે. ખાસ અમદાવાદની રથયાત્રા માટે આઇજી અને ડીઆઇજી રેકના અધિકારીઓ નીચે મોટા પ્રમાણમાં પોલીસ અધિકારીઓની ફૌજ તેનાત કરી હોવાની જાહેરાત રાજ્યના પોલીસવડા અમિતાભ પાઠકે
કરી હતી.
પોલીસ વડાએ જણાવ્યુંં હતું કે અમદાવાદ જગÌાાથ મંદિરની રથયાત્રા શાંતિમય વાતાવરણમાં સંપÌા થાય અને કોઇ અનિચ્છનીય બનાવ બને નહિ તે માટે અમદાવાદમાં સુરત શહેરના નાયબ પોલીસ કમશિર એ.એમ.કટારા અને સીઆઇડી ક્રાઇમના ડીઆઇજી એ.કે.જાડેજાની ફાળવણી કરાઈ છે. તેમની આગેવાનીમાં કેન્દ્રીય પોલીસ દળની ૧૪ અને ડીજીપી રઝિર્વ દળની ૩ કંપની ફાળવાઇ છે. સાથે સાથે ૧૯ ડીએસપી, ૫૦ ડીવાયએસપી, ૧૮૦ પોલીસ ઇન્સ્પેકટર, ૧૦૯ પીએસઆઇ, હોમગાર્ડના ૩૮૦૦ જવાનો તથા ૨૯૦૦ અન્ય પોલીસકર્મીઓની ફોજ ઉપરાંત એસઆરપીએફની ૪૪ કંપની, સીએપીએફએસની ૧૪ કંપનીઓ તૈનાત રખાશે. સાથે રથયાત્રાના રૂટ પર ૨૦ સીસી કેમેરા લગાવાયા છે.
વધુમાં પોલીસવડાએ જણાવ્યું હતું કે આ વખતે રથયાત્રામાં પહેલી વખત યુએવીનો ઉપયોગ કરાશે. પોલીસે બે યુએવીથી રથયાત્રા પર નજર રાખશે. આ એક એવું ઉપકરણ છે કે જે હવામાં ઉડતું રહીને રથયાત્રા પર નજર રાખશે અને જેમાં લગાવવામાં આવેલા કેમેરા રથયાત્રાના ફોટા પાડીને તરત જ કંટ્રોલરૂમમાં પહોંચાડશે.

રથયાત્રા સુધી રાજ્યમાં કોિમ્બંગ ચાલુ રહેશે
રથયાત્રા સંપÌા ન થાય ત્યાં સુધી ખાસ કરીને અમદાવાદ ઉપરાંત રાજ્યભરમાં પોલીસ દ્વારા કોિમ્બંગ અને રાત્રે ચેકિંગ તથા વાહન ચેકિંગ કરવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં પોલીસ દ્વારા હોટલો, ધર્મશાળાઓ, હોસ્ટેલ, ગેસ્ટ હાઉસ તથા રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરાશે. સાથેસાથે શહેરમાં જવાના અને આવવાના માર્ગો પર પોલીસ તૈનાત કરાશે.
રાજ્યમાં ૧૩૨ રથયાત્રા
# રાજ્યમાં અમદાવાદ સહિત ૯૧ શહેરોમાં જગÌાાથજીની ૧૩૨ રથયાત્રાઓ અને શોભાયાત્રાઓ નીકળે છે.
# ૧૩૨ પૈકી અમદાવાદ અને ભાવનગર સહિત ૧૭ રથયાત્રાઓ સંવેદનશીલ હોવાથી પોલીસ ત્યાં ખાસ નજર રાખશે.
# અમદાવાદની રથયાત્રામાં બોમ્બ ડસ્પિોઝલ સ્કવોડની બે ટીમો પણ ફાળવાઇ.