• Gujarati News
  • લાકડિયામાં ૨૧૨ દર્દીને વિનામૂલ્યે સારવાર અપાઇ

લાકડિયામાં ૨૧૨ દર્દીને વિનામૂલ્યે સારવાર અપાઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાકડિયામાં સર્વ રોગ નિદાન કેમ્પ જિલ્લા પંચાયત-કચ્છ આરોગ્ય શાખા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-જૂના કટારિયા અને સૌરાષ્ટ્ર ઇનવીરો પ્રોજેકટ પ્રા.લિ.ના સહયોગથી યોજાયો હતો, જેમાં ૨૧૨ દર્દીને સારવાર આપવામાં આવી હતી. આ કેમ્પનું ઉદ્દઘાટન જિલ્લા પંચાયત સદસ્ય મહાદેવભાઇ જોગુએ કર્યું હતું. સૌરાષ્ટ્ર ઇનવીરો પ્રા.લિ. દ્વારા કેમ્પમાં ઉપસ્થિત આરોગ્ય સ્ટાફ તેમજ સર્વેનું ચેતનભાઇ કોન્ટ્રાકટર દ્વારા આવકારવામાં આવ્યા હતા. તબીબી નિદાન અંગે આરોગ્ય અધિકારી ડો. મોડના માર્ગદર્શન મુજબ આયોજન કરવામાં
આવ્યું હતું.