• Gujarati News
  • રજવાડી વેશમાં જગન્નાથજી નગરયાત્રા કરશે

રજવાડી વેશમાં જગન્નાથજી નગરયાત્રા કરશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અષાઢી બીજને બુધવારે ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે રજવાડી વેશ ધારણ કરીને નગરયાત્રા કરશે. જગન્નાથજીની ૧૩૬મી રથયાત્રા છે. હવે રથયાત્રાને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તેની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. તંત્ર અને મંદિરના સત્તાવાળાઓએ સતર્કતા વધારી દીધી છે. શનિવારે જમાલપુર મંદિર ખાતે રથયાત્રાના દિવસનો ભગવાન સુભદ્રાજી, બલરામ અને જગન્નથનાં વસ્ત્રો, આભૂષણો અને પાઘડી સહિતનો શણગાર મૂકાયો હતો. રથયાત્રાની પ્રારંભિક પિંહદવિધિ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરાશે. મુખ્યમંત્રી સોનાની સાવરણીથી કચરો વાળશે. વિધિ પત્યા બાદ મુખ્યમંત્રી રથ ખેચીને રથયાત્રાનો શુભારંભ કરશે. મુખ્યમંત્રી આ વર્ષે સતત ૧૨મી વખત રથયાત્રાની પિંહદવિધિ કરશે.

સોમવારે નેત્રોત્સવ વિધિ
સોમવારે સવારે ૮ કલાકે ભગવાન જગÌાાથ, સુભદ્રાજી અને બળદેવજીનો ગર્ભ ગૃહમાં પ્રવેશ થશે. ત્યારબાદ શાસ્ત્રોકત મંત્રોથી પૂજનવિધિ અને નેત્રોત્સવ પૂજન કરાશે. વૈદોકત મંત્રોચ્ચાર કરી ભગવાનના આંખે પાટા બંધાશે. જ્યારે મંગળવારે બપોરે ૩ કલાકે મંદિર પ્રાંગણમાં ત્રણેય રથોની પ્રતિષ્ઠા પૂજનવિધિ કરવામાં આવશે.

બે લાખ લોકો માટે રસોડું
રથયાત્રામાં સામેલ થનારા લગભગ બે લાખ લોકો માટે ભગવાન જગન્નાથના મોસાળ સરસપુર ખાતે રસોડાની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. સોમવારથી સરસપુરની મોટી સાળવી વાડ, નાની સાળવી વાડ, કડિયા વાડ, વાસણ શેરી, ઠાકોર વાસ સહિત નવ જેટલી પોળમાં રસોડાની કામગીરી શરૂ કરી દેવામાં આવશે.