તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ૫૦ લાખના ખર્ચે અંજારની પીજીવીસીએલ કચેરી નવી બનશે

૫૦ લાખના ખર્ચે અંજારની પીજીવીસીએલ કચેરી નવી બનશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજાર ખાતે ૧૯૮૨થી વીજ કંપનીનું અસ્તિત્વ આવેલું છે, ત્યારથી રૂરલ કેચરી ભાડાંના મકાનમાં બેસતી હતી, ભૂકંપમાં આ મકાનને નુકસાન થતાં અધિકારીગણ તથા કર્મચારીઓ જર્જરીત બિલ્ડિંગમાં જીવના જોખમે કામ કરતા હતા તથા જે કચેરી હતી, તે પ્રથમ માળે આવેલી છે, જેથી સિનિયર સિટીઝન તથા મહિલાવર્ગને ચઢવા-ઉતરવામાં ઘણી જ તકલીફો પડતી હતી, પરંતુ ટૂંક સમયમાં હવે નવી કચેરી બનતાં આ સમસ્યા હળવી થઇ જશે.
આ સંદર્ભે ધારાસભ્યે આહિરે પીજીવીસીએલના મેનેજિંગ ડિરેકટરને પત્ર પાઠવી અંજાર રૂરલ-૨ના મકાનના બાંધકામને મંજૂર કરવા ભલામણ કરતાં તેનો પડઘો પડયો છે. આ કચેરી ડિવઝિન કચેરી જૂના સ્ટોરરૂમમાં બાંધવામાં આવશે.