તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ૧ વર્ષમાં રસ્તા માટે ખર્ચેલા ~૧૭૫ કરોડ પાણીમાં

૧ વર્ષમાં રસ્તા માટે ખર્ચેલા ~૧૭૫ કરોડ પાણીમાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા છેલ્લા એક વર્ષ દરમિયાન શહેરમાં રૂ. ૧૭૫ કરોડના રોડના કામો કર્યા છે. જોકે તેમ છતાં ચોમાસા દરમિયાન રસ્તાઓ તૂટી જવાની ઘટનાઓ સામાન્ય થઈ ગઈ છે. શહેરના દરેક ઝોનમાં અને દરેક વિસ્તારમાં રસ્તાના સમારકામમાં આંધળો ખર્ચ કરાયો હોવાનું બહાર આવ્યું છે. પરંતુ પરિસ્થિતિ ઠેરની ઠેર જ જોવા મળી રહી છે.
રોડ એન્ડ બિલ્ડિંગ ખાતા દ્વારા ૨૦૧૨-૧૩ના વર્ષ દરમિયાન રોડને લગતા અઢળક કામો કર્યા હતા. દરેક ઝોનમાં મોટાભાગના વિસ્તારોને આવરી લઈને રસ્તાનાં કામો હાથ ધયૉ હતાં. વર્ષ દરમિયાન તમામ શહેરમાં મળી રસ્તાના ૮૦૬ જેટલાં કામો હાથ ધરવામાં આવ્યાં હતાં. જેની પાછળ રૂ. ૧૭૫ કરોડનું આંધણ કરાયું હતું. જોકે એક જ વરસાદમાં રસ્તા પર થયેલા આ કામોની પોલ ખુલી ગઈ હતી. ઘણા બધા વિસ્તારમાં તો રસ્તાઓ તૂટી ગયા હતા અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી છે. રસ્તા પર રિસરફેશનાં કામો થયા બાદ એક જ દિવસમાં પડેલા પાંચ ઈંચ વરસાદના પગલે ઠેરઠેર રસ્તાઓ પર ગાબડાં પડવાના તથા રસ્તાનાં ધોવાણ થવાથી કરોડોના કામો પર પાણી ફરી વળ્યું છે. પશ્ચિમ ઝોનમાં પણ અનેક રસ્તાના કામો હાલમાં ચાલુ હોઈ એક જ વરસાદમાં આ કામો પર પાણી ફરી વળ્યું છે.