• Gujarati News
  • ઉત્તરાખંડના પીડિતો માટે લંડનમાં એકઠા કરાયા રૂ.૭૨.૨૫ લાખ

ઉત્તરાખંડના પીડિતો માટે લંડનમાં એકઠા કરાયા રૂ.૭૨.૨૫ લાખ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતમાં ઉત્તરાખંડમાં આવેલી આફતમાં કેટલાય લોકોને સહન કરવાનું આવ્યું છે, ત્યારે લોકોના પુનર્વસન માટે લંડનમાં કચ્છી લેવા પટેલ સમાજના કાર્યકરો દ્વારા ફંડ એકઠું કરવા ભિકતસંગીતનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં માત્ર ચાર કલાકમાં જ માતબર રૂ. ૭૨ લાખથી વધુ એટલે કે ૮૫ હજાર પાઉન્ડ એકઠા થયા હતા.
કચ્છ સોશિયલ અને કલ્ચર સોસાયટી દ્વારા સ્ટેનમોર સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કચ્છી પટેલો એકત્ર થયા હતા. આ ટાંકણે મૃતકોને અંજલિ આપવા બાદ ઉત્તરાખંડમાં થયેલી હોનારતનો વીડિયો લોકોને બતાવાયો હતો, જે જોઇને સૌની આંખો ભરાઇ ગઇ હતી. ગાયિકા પ્રીતિ વરસાણી તથા સનાતન ભંજન મંડળ દ્વારા ભિકતરસ પીરસાયો હતો. આ પ્રસંગે મીરાં સલાટે ભારતીય ડાન્સ રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. સોસાયટીના પ્રમુખ અશોકભાઇ હિરાણીએ ‘દિવ્ય ભાસ્કર’ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, આશા કરતાં વધુ દાન દાનવીરોએ આપીને ઝોળી છલકાવી દીધી છે.