તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ભચાઉમાં ટી.સી. બળી જતાં આખો દિવસ વીજ પ્રવાહ ખોરવાયો

ભચાઉમાં ટી.સી. બળી જતાં આખો દિવસ વીજ પ્રવાહ ખોરવાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉમાં શનિવાર સવારથી જ વીજળી વેરણ બની જતાં અમુક વિસ્તારના લોકોએ માટે ગરમી અને ઉકળાટ સાથે દિવસ પસાર કરવો પડયો હતો.
ભચાઉ નગરપાલિકાના ટાઉન હોલની બાજુમાં આવેલી ટી.સી. બળી જતાં વિધ્યુત પ્રવાહ કોઇ જગ્યાએ ડીમ તો કોઇ જગ્યાએ બંધ રહ્યો હતો, જેમાં રામવાડી, એલ.સેફ રોડ અને તેની ઉપર આવેલી દુકાનોમાં આખો દિવસ લાઇટ ડીમ રહી હતી, જેના કારણે રહેણાક વિસ્તારોમાં ઉકળાટથી લોકો ત્રસ્ત થયા હતા. બીજીતરફ એલ.સેફ રોડ પર આવેલાં દવાખાના સહિતની દુકાનોના ધંધા-રોજગાર પર અસર વર્તાઇ હતી. સવારે બળી ગયેલું ટી.સી. સાંજે બદલાયા બાદ લાઇટો શરૂ થઇ શકી હતી. આમ પણ ભચાઉમાં વરસાદ શરૂ થતાં લાઇટ બંધ થઇ જાય છે.