• Gujarati News
  • પાલારા નજીક વધુ ચાર ગાૈમાતા ઝેરી પદાર્થ ખાવાથી મરણને શરણ થઇ

પાલારા નજીક વધુ ચાર ગાૈમાતા ઝેરી પદાર્થ ખાવાથી મરણને શરણ થઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ નજીક મંગળવારના દેશીદારૂનો બગડી ગયેલો આથો પી જવાથી આઠ-આઠ ગાૈવંશનાં મોત નીપજયાં છે, ત્યાં શનિવારના ફરી એકવાર આ જ વિસ્તારમાં વધુ ચાર ગાય માતા મોતને ભેટયાં છે અને આ પશુઓ પણ એક જ માલધારીના હોવાનું જાણવા મળ્યું છે. પશુ ચિકિત્સકે કોઇ ઝેરી પદાર્થ ખાવાથી લીવર ટયૂબમાં જંતુઓ અને આંતરડામાં સોજો આવી જવાથી આ ઘટના બની હોવાનું જણાવી સાચું કારણ જાણવા સેમ્પલ ફોરેિન્સક લેબોરેટરીમાં મોકલાયાનું કહ્યું છે.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, ભુજ નજીકની પાલારા જેલ પાસે રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા હયાત ઇસ્માઇલ સુમરાની પાંચ દિવસ પૂર્વે ૩૦ ગાય નાગોર નદી વિસ્તારમાં ચરતી હતી, એ પૈકીની અમુક ગાયોએ આથાવાળું પ્રવાહી ગટગટાવી જતાં આઠ ગાયનાં મોત નીપજયાં હતા, ત્યાં શનિવારે ફરી આ જ પશુપાલકની વધુ ચાર ગાય મોતને ભેટતાં ગૌપ્રેમીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ૧૨ જેટલી ગાયનાં મોતથી પશુપાલક પરિવાર ચિંતામાં મૂકાઇ ગયો હતો. આ ઘટના અંગે પશુ ચિકિત્સક હરેશભાઇ ઠક્કરનો ‘દિવ્ય ભાસ્કર’એ સંપર્ક કરતાં તેણે જણાવ્યું હતું કે, બે ગાયનું પોસ્ટ મોર્ટમ કરાતાં આંતરડામાં સોજો હોવાનું બહાર આવ્યું છે. પશુના આંતરડામાં સોજો ત્યારે જ આવ્યો હોય, જ્યારે કોઇ ઝેરી પદાર્થ ખવાયો હોય. આ ઉપરાંત લીવર ટÛૂબમાંથી જંતુઓ પણ મળી આવ્યાં છે.