• Gujarati News
  • લાયજામાં પરિણીત સ્ત્રી પુરૂષની વીડિયો િકલપિંગ્સથી ખળભળાટ

લાયજામાં પરિણીત સ્ત્રી-પુરૂષની વીડિયો િકલપિંગ્સથી ખળભળાટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીના લાયજામાં એક જ સમાજના પરિણીત સ્ત્રી-પુરૂષ વચ્ચે પ્રેમ પાંગરતાં તમામ હદ વટાવી ગયા હતા. પ્રેમીપંખીડાની આવી હરકત કેમેરામાં કંડારાઇ હતી અને છેલ્લા થોડા દિવસોથી આ િકલપિંગ્સ ફરતી થતા ગામમાં ખળભળાટ મચી ગયો છે. િકલપિંગના પગલે પ્રેમીએ તો લાયજાને બાયબાય કરી દીધું છે.
ઇિન્દરા આવાસમાં રહેતા એક જ સમાજના બન્ને પરિણીત સ્ત્રી અને પુરૂષ વચ્ચે આંખ મળી જતાં પ્રેમ પાંગર્યો હતો. બન્નેએ પોતાના પુત્રો અને પરિવારની ચિંતા જ છોડી દીધી હતી. જોતજોતામાં બન્ને એકબીજાની સાવ નજીક આવી ગયા અને ડર રાખ્યા વિના જ બન્નેએ શારીરિક સંબંધો પણ રાખ્યા હતા, બસ બન્નેની આ લીલાઓ લાંબા સમય સુધી ચાલી નહીં અને બન્નેની બજારમાં િકલપિંગ્સ ફરતી થઇ ગઇ. એક સમયે તો િકલપિંગ્સ નહિાળનારા પણ આશ્ર્વર્યમાં મૂકાઇ ગયા કે, પ્રેમ લોકોની તમામ મયૉદા વટાવી શકતો હશે? સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે, સ્ત્રી એક સંતાનની માતા હતી, યુવક પણ એક પુત્રનો પિતા હતો. હાલ તો આ યુવક િકલપિંગ્સ જોઇ ગામ મૂકીને ભાગી છુટયો છે. હાલ તો ભદ્ર સમાજનું શરમથી
માથું ઝૂકી ગયું છે.
સોશિયલ મીડિયા પર ચમકી
આધારભૂત સૂત્રો તો એમ પણ કહી રહ્યા છે કે, પરિણીત પ્રેમી યુગલની માત્ર મોબાઇલ જ નહીં, પરંતુ ફેસબુક જેવી સોશિયલ નેટવકિઁગ સાઇટ્સ પર પણ િકલપિંગ ફરતી થઇ ગઇ છે. જોઇને જ બન્નેને પોતાની િકલપિંગ્સ ફરતી હોવાની જાણ થઇ હતી.