• Gujarati News
  • કંડલા પોર્ટમાં નવા ટ્રસ્ટીની નિમણૂંક

કંડલા પોર્ટમાં નવા ટ્રસ્ટીની નિમણૂંક

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કંડલા પોર્ટ ટ્રસ્ટમાં અધર ઇન્ટ્રેસ્ટ હેઠળ ભાજપમાં જોડાયેલા ગિરીશ પરમારની ખાલી પડેલી ટ્રસ્ટીની જગ્યા પર ફરી એકવાર શપિિંગ મંત્રાલયે બારાતુ કોંગ્રેસીને ટ્રસ્ટી તરીકે નિમ્યા છે. ગાંધીનગરના કનુભાઇ સોનેરીને કંડલા પોર્ટ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકેનો હુકમ આપી દેવામાં આવ્યો છે.
કેપીટીના સચિવ ઝાના જણાવ્યા મુજબ ગુરુવારે શપિિંગ મંત્રાલયે કંડલા પોર્ટને ગિરીશ પરમારની ખાલી જગ્યા ઉપર ગાંધીનગરના કનુભાઇ સોનેરીની નિમણૂંક કરી હોવાનો હુકમ મોકલ્યો હતો. ગાંધીધામ સિવાયની વ્યક્તિને કેપીટીમાં ટ્રસ્ટી બનાવાને કારણે ફરી એકવાર સંકુલના કોંગ્રેસીઓમાં નિરાશાનું મોજું ફરી વળ્યું હતું. કારણ કે, કેટલાક કોંગ્રેસીઓ લાંબા સમયથી ગિરીશ પરમારની ખાલી પડેલી ટ્રસ્ટીની પોસ્ટ માટે ટાંપીને બેઠા હતા. જોકે, ફરી એકવાર શપિિંગ મંત્રાલયે બારાતુ વ્યક્તિને ટ્રસ્ટી તરીકે નિમણૂંક આપી દેતાં કોંગ્રેસ માટે કામ કરતા આ વરિષ્ઠ નેતાઓ નિરાશામાં સરી પડ્યા છે.
ટ્રસ્ટીશપિ પણ ગઇ અને ચૂંટણી પણ હારી ગયા
જે-તે વખતે ગુજરાત કોંગ્રેસમાં વરિષ્ઠ કહી શકાય તેવા ગિરીશ પરમાર ગત વિધાનસભા માટેની ચૂંટણીમાં ટિકિટ ફાળવણીને મુદ્દે મોવડી મંડળથી નારાજ થઇને કોંગ્રેસથી છેડો ફાડી ભાજપમાં જોડાઇ ગયા હતા. ભાજપે તેમને અમદાવાદની દાણીલીંમડા બેઠક માટે ટિકિટ પણ આપી હતી. જોકે, તેઓ ચૂંટણી હારી ગયા હતા.